શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલના વિદ્વાન સંત ડો સંતવલ્લભદાસ સ્વામી અને ડો રમાકાંત પાંડે – કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના જયપુરના સંયુક્ત પ્રયાસથી એકદિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ડો શ્રી નિવાસ વરખેડી ( ઓન લાઈન ) ડો અર્કનાથ ચૌધરી, ડો મદન મોહન ઝા, ડો રાજધર મિશ્ર , ડો લોકમાન્ય મિશ્ર ડો
જયેન્દ્રસિંહ જાદવ , ડો કોસલેન્દ્રજી , જેવા ન્યાય વ્યાકરણ વેદાતંના વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા..
ગુજરાતથી ડો સંતવલ્લભદાસ સ્વામી ચેરમેનશ્રી વડતાલ , ડો જયેન્દ્રસિંહ જાદવ – મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી, ડો યજ્ઞવલ્લભ સ્વામી – છીરોડી , ડો સ્વરૂપ સ્વામી – પોઈચા પાઠશાળા, ડો હિતેશ પટેલ વગેરે વિદ્વાનો ઉપસ્થિત રહ્યા હતા..
કાર્યક્રમનો આરંભ સરસ્વતી વંદના અને વૈદિક મંગલાચરણથી થયો હતો . સમગ્ર કાર્યક્રમમાં સંસ્કૃત હિન્દી અને અંગ્રેજી ભાષામાં વિદ્વાનોએ શિક્ષાપત્રી પર સ્વ સ્વ વકતવ્ય આપ્યું હતું.. ઉત્તરાખંડ વિશ્વવિદ્યાલયના કુલપતિ શ્રીરમાકાંત પાંડેએ “શિક્ષાપત્રી ભાષ્ય પ્રકાશન માટે અનુરોધ કર્યો હતો “ અને ઉત્તરાખંડના વિશાળ સંમેલન યોજવાની તૈયારી દર્શાવીને શિક્ષાપત્રીના ઉચ્ચતમ આદર્શોની ચર્ચા કરી હતી.
ડો સંત સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ સંસ્થા શિક્ષાપત્રી સંદેશને વિશ્વ ફલક પર મુકવા માટે પ્રતિબદ્ધ છે.. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને વડિલ સંતોના આશીર્વાદ સાથે સંતો રાત્રી દિવસ નિષ્કામ પુરુષાર્થ કરી રહ્યા છે.. શિક્ષાપત્રીમાં આચારનું મહત્વ છે. શિક્ષાપત્રી રાજધર્મ અને લોકધર્મને શિખવતું શાસ્ત્ર છે.. શિક્ષાપત્રી સ્વચ્છતા , આરોગ્ય અને શિક્ષણના પાયા મજબૂત કરતું શાસ્ત્ર છે.. શિક્ષાપત્રી વિદ્વાન પુરુષો સુધી પહોંચી નથી , એની ખિન્ન ભાવે જવાબદારી સાથે કામ કરવાની તૈયારી છીએ. આપણા સમાજમાં આદર્શ જીવન વ્યવસ્થા માટે સરળ અને સચોટ માર્ગદર્શન આપવાનું શ્રેય સ્વામિનારાયણ સંપ્રદાયને મળે છે. નિર્વ્યસની સમાજ ઘડતરમાં શિક્ષાપત્રી પાયો છે..
આ સમગ્ર પરિસંવાદને સાકાર કરવા માટે , શ્રી સ્વામિનારાયણ સંશોધન કેન્દ્રના ડો સચિન શર્મા , શ્યામ સ્વામી , નિકિત પટેલ અને યુવા સ્વયંસેવકોએ સફળતાપૂર્વક આયોજન કર્યું હતું .