જ્યાં EDની રેડ ચાલી રહી હતી ત્યાં પહોંચી ગયા મમતા બેનરજી, ચૂંટણી પહેલા ‘ફાઈલ ચોરી’નો આરોપ

By: Nation Gujarat Team
08 Jan, 2026

Mamata Banerjee: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. EDની ટીમે IPACના વડા પ્રતીક જૈનના નિવાસસ્થાન અને ઓફિસ પર એકસાથે દરોડા પાડ્યા છે. જોકે, આ દરોડા દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે પ્રતીક જૈનના ઘરે પહોંચતા મામલો વધુ ગંભીર બન્યો છે.

નાણાકીય ગેરરીતિનો મામલો

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ED દ્વારા આ કાર્યવાહી કથિત નાણાકીય અનિયમિતતાઓના કેસમાં કરવામાં આવી રહી છે. તપાસ ટીમ પ્રતીક જૈનના રહેઠાણ અને ઓફિસ બંને જગ્યાએ દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. સવારથી જ શરૂ થયેલી આ પ્રક્રિયાને પગલે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.


Related Posts

Load more