વેનેઝુએલા પર અમેરિકાના સૈન્ય ઓપરેશન બાદ ફરી એકવાર હિંસા જોવા મળી છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે કે સોમવાર, 5 જાન્યુઆરીની મોડી રાત્રે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ભવન પાસે ભારે ગોળીબાર થયો છે. એએફપીના રિપોર્ટ અનુસાર, સરકારના એક નજીકના સૂત્રએ જણાવ્યું કે મિરાફ્લોરેસ મહેલ ઉપર અજાણ્યા ડ્રોન ઉડી રહ્યા હતા અને આવી સ્થિતિમાં સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં રાત્રે 8:00 વાગ્યાની આસપાસ ગોળીબાર કર્યો. ખાસ વાત એ છે કે આ ગોળીબારની સ્થિતિ તે સમયે સર્જાઈ છે જ્યારે પદ પરથી હટાવવામાં આવેલા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ડેપ્યુટી ડેલ્સી રોડ્રિગ્ઝે કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધાને થોડા કલાકો જ વીત્યા હતા.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલી ઘણી વીડિયો ક્લિપ્સમાં ભારે ગોળીબારનો અવાજ સંભળાઈ રહ્યો છે. આ સાથે આકાશમાં ટ્રેસર ફાયરની તસવીરો કેદ થતી જોવા મળી હતી. ટ્રેસર ફાયરની મદદથી વેનેઝુએલાની સેના તે અજાણ્યા ડ્રોનને તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે. ધ ગાર્ડિયનના રિપોર્ટ અનુસાર, હન્ટરબ્રુક મીડિયાના એક ઓપન-સોર્સ ઇન્વેસ્ટિગેટરે જણાવ્યું કે ગોળીબારની આ ઘટના રાષ્ટ્રપતિ ભવનની બરાબર ઉત્તરમાં આવેલા એક વિસ્તારમાં બની હતી.
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને સોમવારે રાત્રે ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. તેમણે કોર્ટમાં પોતાની વિરુદ્ધ લાગેલા ડ્રગ્સ અને હથિયારોની તસ્કરી સંબંધિત તમામ આરોપોનો ઇનકાર કર્યો.
CNN અનુસાર માદુરોએ અદાલતમાં પોતાની ધરપકડને ગેરકાનૂની ગણાવી અને કહ્યું કે મને અપહરણ કરવામાં આવ્યો છે. પ્રથમ સુનાવણીમાં માદુરોએ પોતાને નિર્દોષ ગણાવતા કહ્યું,