ભાજપના નેતાને પરણિત મહિલા સાથે લફરું ભારે પડ્યું! પક્ષે સસ્પેન્ડ કરી દીધા

By: Nation Gujarat Team
30 Dec, 2025

Navsari News : નવસારી જિલ્લા ભાજપ મહામંત્રી જિગ્નેશ નાયક પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા છે. જિલ્લા ભાજપ મહામંત્રી જીગ્નેશ નાયકને મહિલા મિત્ર સાથે કારમાં જોઈ જતા પતિએ મેથીપાક આપ્યો હતો.

નેતાનું મહિલા અધિકારી સાથે ઈલુ ઈલુ હતું 
નવસારી શહેરમાં રાજકીય વર્તુળોમાં હાલ એક જ પ્રેમ પ્રકરણની ચર્ચા થઈ રહી છે. ભાજપના ઈશ્ક મિજાજી હોદ્દેદારનો પ્રેમ હાલ રાજકીય વર્તુળોમાં બહુ ચર્ચાઈ રહ્યો છે. આ એક ટ્રાયેન્ગલ જેવું છે. ભાજપના હોદ્દેદાર જિગ્નેશ નાયક એક મહિલા સરકારી અધિકારીના પ્રેમમાં પાગલ હોવાની વાત સામે આવી હતી.

નવસારીના એક વૃદ્ધાએ પોલીસ ફરિયાદ કરી કે, તેમની સરકારી અધિકારી એવી પુત્રવધુ ભાજપના હોદ્દેદાર જિગ્નેશ નાયકના પ્રેમમાં પાગલ છે, તેથી એ બંને જણા મળીને બેંકમાં નોકરી કરતા પોતાના દીકરાને માનસિક અને શારીરિક ત્રાસ આપે છે. એટલું જ નહિ, મારા દીકરાને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપે છે. લેખિતમાં થયેલી પોલીસ ફરિયાદથી વાત આખા ગામમાં વહેતી થઈ હતી.

બેંક મેનેજર પતિ અને સંતાનોથી હર્યો ભર્યો સુખી સંપન્ન પરિવાર હોવા છતાં પણ ભાજપના હોદ્દેદારને દિલ આપી બેઠી હતી મહિલા સરકારી અધિકારી. મહિલાની આ કરતૂતોને કારણે તેના પતિને ડિપ્રેશનની દવાઓ લેવાની જરૂર પડી હતી પતિને સમાજમાં બદનામીથી ડર લાગી રહ્યો હતો. એટલું જ નહિ, થોડા સમય પહેલા જ આ મહિલા સરકારી અધિકારી હાઈવે પર ભાજપના હોદેદ્દાર જિગનેશ નાયક સાથે કારમાં બેસેલી રંગે હાથ ઝડપાઈ ગઈ હોવાનું પણ કહેવાય છે.

મહામંત્રી જિગ્નેશ નાયક સાથેના પ્રેમ પ્રકરણને કારણે પતિએ સરકારી અધિકારી પત્ની સામે છૂટાછેડાનો કેસ કર્યો હતો. જ્યારે ભાજપ મહામંત્રી જિગ્નેશ નાયકને 3 કરોડની બદનક્ષીની નોટિસ ફટકારી હતી. જેથી પ્રેમ પ્રકરણમાં સંડોવાયેલા મહામંત્રી જીગ્નેશ નાયકને જિલ્લા ભાજપે સસ્પેન્ડ કર્યા છે.


Related Posts

Load more