સુરેન્દ્રનગર નાયબ મામલતદારની EDએ કરેલી ધરપકડ મામલે નવા અપડેટ આવ્યા છે. ચંદ્રસિંહ મોરીને લઇ ED અમદાવાદ ગ્રામ્ય કોર્ટની વિશેષ અદાલતમાં પહોંચી છે. જ્યાં તેના 14 દિવસના રિમાન્ડની માંગ કરાશે. સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને ગઈકાલે ઈડી દ્વારા કરવામાં આવેલા દરોડા બાદ આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ તપાસના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી હતી. ઈડીની ટીમ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા. સમગ્ર મામલે વધુ પૂછપરછ અને પુરાવાઓ એકત્ર કરવા ઈડી દ્વારા કોર્ટ પાસે આરોપીના 14 દિવસના રિમાન્ડ માંગી શકે છે.
14 કલાક સર્ચ ઓપરેશન ચાલ્યું
ઈડીની એક ટીમે કલેક્ટરના બંગલા પર તપાસ કરી હતી, જ્યારે બીજી ટીમ વઢવાણના રાવળવાસમાં આવેલા નાયબ મામલતદારના નિવાસસ્થાને પહોંચી હતી. એક ટીમ લખતર ખાતે રહેતા કલેક્ટરના પીએના ઘરે પહોંચી હતી. ત્યારે હજુ પણ લખતર ખાતે કલેક્ટરના પીએને ત્યાં તપાસ ચાલુ છે. સતત 14 કલાક સુધી કલેક્ટરના નિવાસ્થાને સર્ચ ઓપરેશન ચાલ્યું હતું.
સવારથી ચાલેલા મેગા સર્ચ ઓપરેશન દરમિયાન EDના અધિકારીઓએ મીડિયા સાથે વાત કરવાનો ઈન્કાર કર્યો હતો. આ તપાસ બાદ અનેક બેનામી સંપત્તિઓ અને અન્ય ગેરરીતિઓના ખુલાસા થવાની શક્યતા છે.
તો બીજી તરફ, કોર્ટે લીધી ed નો ઉધડો લીધો હતો. કોર્ટે ED ને શરૂઆતમાં ખખડાવીને કહ્યું કે, શા માટે નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ આરોપીને રજૂ ના કર્યો? ત્યારે ઈડીએ જવાબ આપ્યો કે, કેસની ગંભીરતાને જોતા સ્પેશ્યલ કોર્ટમાં લાવ્યા છીએ. કોર્ટે આરોપીની ED અટક અંગે પૂછ્યું કે, તેમને કયારે અટક કરી, પરિવારને જાણ કરી વગેરે પ્રશ્નો પૂછ્યા. કોર્ટને ED એ જણાવ્યું કે, દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની એક ફરિયાદની તપાસ કરતા આરોપી સામે વાંધાજનક મટીરિયલ મળી આવ્યું છે.
શું છે સમગ્ર મામલો
સુરેન્દ્રનગરમાં મંગળવારે સવારે પરોઢીયે 5 વાગેઇડીએ રૂ.1500 કરોડના જમીન સંપાદન કેસ મામલેકલેક્ટર, નાયબ મામલતદાર,કલેક્ટરના પીએ, વકીલ અનેક્લાર્કની પૂછપરછ હાથ ધરી હતી.રાત્રે 10 વાગ્યા સુધી તપાસ ચાલીહતી. હજુ કોઇ સત્તાવાર વિગતોસામે આવી નથી. પરંતુ કલેક્ટરે સત્તાસંભાળ્યા બાદ નળસરોવર,ધ્રાંગધ્રાના માલવાણ, લખતરનાતલસાણા અને પાટડીમાં સોલારપ્લાન્ટમાં મોટાપાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દોચર્ચામાં આવ્યો છે. કલેકટર જે ફાઇલનો વહિવટકરવાનો હોય તે ઘરે લઇ જતા હતા.