કાયદો ફકત સામાન્ય જનતા માટે જ ? ઉદ્યોગપતિ દિપક ઈજારદારે દીકરાના જન્મદિવસે રસ્તો જામ કર્યો!

By: nationgujarat
22 Dec, 2025

સુરતના ઉદ્યોગપતિની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. ડુમસ ગામના ઉદ્યોગપતિએ જાહેર રોડ જામ કરી જન્મ દિવસની ઉજવણી કરી હતી. એટલું જ નહિ, રસ્તા જામ કરવા પર દિપક ઈજારદારે રાહદારીઓ પર ગુસ્સો પણ ઠાલવ્યો હતો.સુરતના ડુમસ ગામના ઉદ્યોગપતિ દિપક ઈજારદારે રસ્તા પર દીકરાના જન્મની ઉજવણી કરતા વિવાદ સર્જાયો છે. દિપક ઈજારદારે દીકરાના જન્મદિવસની ઉજવણી રસ્તા પર કરી હતી. હાથમાં ફટાકડા લઈને આતશબાજી કરી હતી.

આટલું જ નહિ, લોકોએ રોડ ખુલ્લો કરવા હોર્ન માર્યા તો દિપક ઇજારદારે રાહદારીઓ પર દાદાગીરી કરી હતી. રાહદારીને આતશબાજી તેના ગાડી પર ટાંકી ગાડી પર કરવાની ચીમકી આપી હતી. ત્યારે દિપક ઈજારદારની દાદાગીરીના વીડિયો પણ સામે આવ્યા છે. આમ, દીકરાના જન્મ દિવસે ઉદ્યોગપતિએ જાહેરમાં તાયફા કર્યા હતા.સામાન્ય નાગરિકોને નિયમો તોડવા પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી પાઠ ભણાવે છે. તો આરોપીઓનું સરઘસ કાઢવામાં સુરત પોલીસ માહેર છે. ત્યારે આવા ઉદ્યોગપતિ પર પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. દિપક ઈજારદાર અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યો છે.

પાંચ મહિના પહેલા પણ દિપક ઈજારદાર સામે ફરિયાદ નોંધાઈ હતી 
ડુમસ ગામમાં આવેલ સુલતાનાબાદમાં રહેતા દીપક ઇજાદારે તેના બે થી ત્રણ બોડીગાર્ડ સાથે મળી તેમના ગામમાં બાપુજીની વાડી નામના બંગલોમાં રહેતા પટેલ પરિવારને ધમકાવ્યો હતો. એટલું જ નહીં તેના ઘરના આંગણામાં ઘૂસી જઈ પરણીતા અને તેના બંને પુત્રને ગોળી મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી આખરે ભોગ બનનાર પરણીતાએ આ મામલે ડુમસ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દીપક ઈજારદાર અને તેના બે થી ત્રણ બોડીગાર્ડ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ‘તારા બાપનો રોડ છે.. કહીને ડુમસમાં દિપક ઈજારદાર બોડીગાર્ડ સાથે મહિલાના ઘરમાં ઘુસી ગયો અને ગાળો ભાંડી હતી.


Related Posts

Load more