Related Posts
અમદાવાદના અમદાવાદના થલતેજ વોર્ડમાં આવેલી સ્નેહાંજલિ સોસાયટીનું ડિમોલિશન શરૂ થઈ ગયું છે. તમામ ઘરો તોડવા માટે AMCની ટીમ JCB, ડમ્પર અને પોલીસના કાફલા સાથે પહોંચી હતી. મળતા અહેવાલ પ્રમાણે ડિમોલિશનને લઈને લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.
લોકોએ સરકાર સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે બિલ્ડર સામે કાર્યવાહી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે વર્ષો પછી લોકોને પોતાના ઘરને ગુમાવવાનો વારો આવ્યો છે.સ્થાનિકોનું કહેવું છે કે બિલ્ડર દ્વારા તેમને ગેરમાર્ગે દોરી લેવામાં આવ્યા હતા..જેના કારણે વર્ષો બાદ હવે લોકોના ઘરો તોડવાનો વારો આવ્યો છે..