Baba Vanga Gold Rate Prediction: બાબા વેંગાની સોનાના ભાવ વિશે ડરામણી ભવિષ્યવાણી,

By: nationgujarat
10 Dec, 2025

Gold Rates: 2025ના અંતમાં સોનાના ભાવ આકાશે આંબી રહ્યા છે. ડિસેમ્બરના શરૂઆતના દિવસોમાં ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,30,000 રૂપિયા પાર પહોંચી ગયો છે જ્યારે વૈશ્વિક બજારમાં સ્પોટ ગોલ્ડ 4200 ડોલર પ્રતિ ઔંસની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. સોનાના વધતા ભાવ રોકાણકારો અને આર્થિક વિશેષજ્ઞો વચ્ચે ચિંતા અને ઉત્સુકતાનું કારણ બની ચૂક્યા છે. રોકાણકારોનો મુખ્ય સવાલ એ છે કે 2026માં હવે શું  થશે? શું સોનાના ભાવ વધશે કે પછી તૂટશે?

આકાશે આંબી શકે ભાવ
આ બધા વચ્ચે સોનાની વધતી કિંમતો વિશે વધુ એક પહેલું સામે આવ્યો છે જે ભવિષ્ય વિશે કેટલીક આશંકાઓ વ્યક્ત કરી રહ્યો છે. આ પહેલું છે બલ્ગેરિયાના રહસ્યમયી મહિલા બાબા વેંગાની જૂની વાયરલ ભવિષ્યવાણી જે એકવાર ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જાણકારી મુજબ બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે 2026માં વૈશ્વિક આર્થિક સંકટ ઊભું થશે. જેને તેમણે ‘કેશ ક્રેશ’ નામ આપ્યું હતું. તેમનું કહેવું હતું કે આ વર્ષે વૈશ્વિક આર્થિક સંકટના કારણે બેંકિંગ સિસ્ટમ ધ્વસ્ત થઈ શકે છે અને સોનાના ભાવમાં વધુ ઉછાળો જોવા મળી શકે છે.

અત્રે જણાવવાનું કે બાબા વેંગાની ભવિષ્યવાણીઓમાંથી કેટલીક સાચી ઠરી પણ છે આથી લોકો વિશ્વાસ ધરાવે છે. સાચી પડેલી ભવિષ્યવાણીઓમાં 9/11 આતંકી હુમલો, 2004ની સુનામી વગેરે છે. જો કે તેમની ભવિષ્યવાણીઓ વિશે હંમેશા જ વિવાદ રહ્યો છે અને વિશેષજ્ઞોનું માનવું છે કે આ માત્ર એક અનુમાન હોઈ શકે છે.

હાલમાં વૈશ્વિક આર્થિક સ્થિતિના કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે અને કેન્દ્રીય બેંકો દ્વારા પુષ્કળ ખરીદીના કારણે પણ સોનાની માંગમાં વધારો થયો છે. પરંતુ શું ખરેખર 2026માં બાબા વેંગાની ભવિષ્યવાણી સાચી પડશે? આ સવાલનો વાજબ ભવિષ્યમાં છૂપાયેલો છે. પરંતુ એક વાત તો નક્કી છે કે સોનાના  ભાવ આવનારા વર્ષોમાં રોકાણકારો માટે ગેમચેન્જર સાબિત થઈ શકે છે.

કોણ હતા બાબા વેંગા
બાબા વેંગાનો જનમ 1911માં આજના નોર્થ મેસેડોનનિયાના સ્ટ્રુમિકામાં થયો હતો. 12 વર્ષની ઉંમરમાં તેમની આંખોની રોશની જતી રહી હતી જેના કારણે તેમના સમર્થક એવું માને છે કે એક દિવ્ય અનુભવ અને ભવિષ્ય જોવાની શક્તિ તેમનામાં આવી. 1970 અને 1980ના દાયકામાં તેમનું નામ વૈશ્વિક સ્તરે ચર્ચાવવા લાગ્યું હતું. લોકો ઘરેલુ સમસ્યાઓથી લઈને વૈશ્વિક મુદ્દાઓ સુધી દરેક પ્રકારની સલાહ લેવા માટે તેમના ત્યાં પહોંચતા હતા. પોતાના જીવનના અંતિમ વર્ષો સુધી તેઓ શાંત જીવન જીવતા રહ્યા અને 1996માં 85 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું.

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, nationgujarat.con તેની પુષ્ટિ કરતું નથી.)


Related Posts

Load more