વડોદરામાં ફતેગંજ પોલીસની PCR વાનના કર્મચારીએ યુવકને માર માર્યો હોવાનો આક્ષેપ

By: nationgujarat
02 Dec, 2025

Vadodara : વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા વીએમએસ ક્વાર્ટર્સમાં રહેતા યુવકને ફતેગંજ પોલીસની પીસીઆર વાનના પોલીસ કર્મચારીએ માર માર્યો હતો. જેથી યુવકને ઈજા પહોંચતા સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયો હતો.

વડોદરા શહેરના ઘણા વિસ્તારોમાં પોલીસ દ્વારા દાદાગીરી કરી કમજોર લોકો પર રોફ ઝાડી તેમની સાથે ઝઘડો કરી માર મારવામાં આવ્યો હોવાના બનાવો અગાઉ બની ચૂક્યા છે. ત્યારે વધુ એક વાર પોલીસ દ્વારા યુવક પર દમન ગુજાર્યું હોવાની વિગતો સામે આવી છે. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ છાણી વિસ્તારમાં વીએમએસ ક્વાર્ટર્સમાં રહેતા 37 વર્ષના સંજય કુમાર દાઉદભાઈ સોલંકીએ ત્રણ દિવસ પહેલા તેની પત્ની સાથે સાથે ઝઘડો કર્યો હતો. જેથી મહિલાએ પોલીસને જાણ કરતા ફતેગંજ પોલીસની પીસીઆર વાન સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારે ફતેગંજ પીસીઆર વાનના કર્મચારીએ યુવકને માર માર્યો હતો. જેના કારણે સંજય સોલંકીને દુખાવો ઉપાડતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનો આક્ષેપ યુવક દ્વારા કરવામાં આવ્યા હતા.


Related Posts

Load more