8th pay commission: સરકારી કર્મચારીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી આશા રાખીને બેઠા હતા કે કદાચ 8મા પગાર પંચ પહેલાં જ તેમને કેટલીક રાહત મળી જશે. સોશિયલ મીડિયાથી લઈને કર્મચારી સંગઠનો સુધી દરેક જગ્યાએ ચર્ચા હતી કે સરકાર મોંઘવારી ભથ્થા (DA)ને મૂળ વેતન (બેઝિક પગાર)માં જોડી શકે છે. પરંતુ સરકાર તરફથી એક સ્પષ્ટ નિવેદન સામે આવ્યું છે, જેણે આ તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ લગાવી દીધું સરકારે સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી દીધું છે કે હાલમાં મોંઘવારી ભથ્થા (DA)ને મૂળ વેતન (બેઝિક પગાર)માં મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારધીન નથી. આ માહિતી કેન્દ્રીય નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ 1 ડિસેમ્બર 2025ના રોજ લોકસભામાં લેખિત જવાબમાં આપી છે. તેમણે કહ્યું કે, “આ સમયે મોંઘવારી ભથ્થાને મૂળ વેતન (બેઝિક પગાર)માં જોડવાનો એટલે કે મર્જ કરવાનો કોઈ પ્રસ્તાવ સરકાર પાસે વિચારણા હેઠળ નથી.
મોંઘવારીની અસરને ધ્યાનમાં રાખીને AICPI-IW ઈન્ડેક્સના આધારે દર 6 મહિને DA/DR દરોમાં સુધારો કરવામાં આવે છે. પહેલાં અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો કે સરકાર 2026થી કદાચ DA અને DRમાં વધારો નહીં કરે અને તેને 8મા વેતન આયોગમાં મર્જ કરી દેશે. પરંતુ હવે સરકારના નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે કર્મચારીઓ અને પેન્શનર્સને મોંઘવારી ભથ્થું (DA/DR) પહેલાંની જેમ જ મળતું રહેશે
DA/DR દર છ મહિને AICPI-IW ઇન્ડેક્સના આધારે વધતું રહેશે. સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે, હાલ DA અને DRને બેઝિક પગારમાં મર્જ (જોડવામાં) કરવામાં આવશે નહીં. આની અસર એ થશે કે કર્મચારીઓનો પગાર હજુ પણ જૂના જ સ્ટ્રક્ચરમાં ચાલશે, એટલે કે બેઝિક પગાર તે જ રહેશે અને દર છ મહિને થોડું-થોડું DA/DR વધતું DA-DRની વર્તમાન સ્થિતિ – હાલ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે DA/DRનો દર 55% છે. દિવાળી પહેલાં સરકારે તેમાં 3%નો વધારો કર્યો હતો. DA કર્મચારીઓને મળે છે જ્યારે DR પેન્શનર્સને મળે છે. 8મા પગાર પંચની ભલામણો 50 લાખથી વધુ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનર્સ પર સીધી અસર
8મું પગાર પંચ ક્યારે લાગુ થશે? – સરકારે આ વર્ષે જાન્યુઆરીમાં 8મા પગાર પંચની જાહેરાત કરી હતી, કારણ કે 7મા પગાર પંચનો 10 વર્ષનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જસ્ટિસ (નિવૃત્ત) રંજન દેસાઈની અધ્યક્ષતાવાળું આ પંચ 18 મહિનામાં પોતાની ભલામણો આપે તેવી અપેક્ષા છે. સૈદ્ધાંતિક રીતે 2026 જ નવું પગાર પંચ લાગુ થવાનું વર્ષ છે. પરંતુ રિપોર્ટ્સ કહે છે કે નિમણૂકોમાં વિલંબ, ToR (Terms of Reference)ની અસ્પષ્ટતા અને લાંબી પ્રક્રિયાને કારણે અમલીકરણમાં ઓછામાં ઓછા બે વર્ષનો વિલંબ થઈ શકે છે