‘તમે તમારું ફંક્શન કરજો, મેં મારા કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું

By: Nation Gujarat Team
23 Nov, 2025

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલતા દર્શાવતી એક અનોખી ઘટના જામનગરમાં સામે આવી છે, જ્યાં 24 નવેમ્બરના રોજ જામનગરના ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રીનો સરકારી કાર્યક્રમ નિર્ધારિત હતો, પરંતુ તેના એક દિવસ પહેલાં એટલે કે 23 નવેમ્બરના રોજ એ જ સ્થળે પરમાર પરિવારની દીકરી લગ્ન હોવાથી, સુરક્ષા અને બંદોબસ્તના કારણે લગ્નવિધિમાં અવરોધ ઊભો થવાની ચિંતા પરિવારને સતાવી રહી હતી.

આ વાતની જાણ થતાં જ મુખ્યમંત્રીએ તત્કાળ અધિકારીઓને સૂચના આપી કે, ‘આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા’ અને કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું, એટલું જ નહીં પણ તેમણે પરિવારના મોભીને ફોન કરીને હૈયાધારણ આપી, જેનાથી પરમાર પરિવારનો તણાવ દૂર થયો. આવતીકાલે CM જામનગરમાં પરમાર પરિવાર સાથે મુલાકાત કરશે.

CMએ પરિવારને ફોન કરી ચિંતા મુક્ત કર્યા સંજના પરમારના કાકા બ્રિજેશ પરમારે આ અંગે જણાવ્યું કે, મુખ્યમંત્રીએ તેમની સાથે વાતચીત કરીને હૈયાધારણ આપી હતી અને કહ્યું હતું કે, ‘તમે જરાપણ ચિંતા કરશો નહીં. તમારા લગ્ન ધામધૂમથી જ્યાં નિર્ધારિત હતા ત્યાં ટાઉનહોલ ખાતે જ કરો. તમારા પરિવારના મેરેજ હતા ત્યાં અમારો પ્રોગ્રામ કરવાની મેં ના પાડી છે કે ત્યાં પ્રોગ્રામ ના કરો. મેરેજ હોય એટલે તમારી તકલીફ સમજી શકું છું. એટલે તમારા સમયે તમે તમારું ફંક્શન કરજો જ ન્યાં, છતાં તમને કઈ તકલીફ હોય તો આ નંબર પર ફોન કરજો.’

આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માત્ર જવાબદાર પ્રશાસક નથી, પરંતુ લોકોની ભાવનાઓને સમજતા સંવેદનશીલ નેતા છે. જનતાની નાની લાગણી અને મુશ્કેલીઓ સમજીને નિર્ણય લેવી એ તેમની કાર્યશૈલીનું વિશેષ લક્ષણ બનેલું છે.

Related Posts

Load more