નીતિશ કુમાર અને દીકરો નિશાંત : NDA વિધાનસભા પક્ષના નેતા “નીતિશ કુમારે” દસમી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમના પુત્ર “નિશાંત કુમાર” પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. નિશાંત કુમારે અપેક્ષા કરતાં વધુ મજબૂત જનાદેશ માટે મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. નિશાંત કુમારે કહ્યું, ‘નીતીશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી બન્યા છે. હું બિહાર ના લોકો ને અને સમગ્ર NDA પરિવારને અભિનંદન આપું છું. પહેલા પણ અમે અમારા વચનો પૂરા કર્યા છે અને આગળ પણ કરતા રહીશું.’
પટણામાં શપથ ગ્રહણ સમારોહ બાદ વાત કરતાં નિશાંત કુમારે કહ્યું કે બિહારના લોકોએ ફરી એકવાર નીતિશ કુમાર અને NDA ગઠબંધનના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે ભાર મૂક્યો કે ગઠબંધન તેના વિકાસ-કેન્દ્રિત એજન્ડાને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
પિતાના ચરણ સ્પર્શ કર્યા, પિતાએ સ્નેહ આપ્યો
નીતીશ કુમાર જ્યારે શપથ લીધા એ પછી પુત્ર નિશાંત તેના પિતા પાસે ગયો અને તેમને મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન આપ્યા હતા. તેને ગર્વની ક્ષણ ગણાવતા નિશાંતે પણ પોતાના પિતાને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં નિશાંત કુમાર નીતિશ કુમારના પગ સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમના પિતા નીતિશ કુમાર તેમને પગ સ્પર્શ કરવા દેવાનો ઇનકાર કરે છે, અને પ્રેમથી તેમને સ્નેહ આપવાનું શરૂ કરે છે.
Nishant kumar ko dekhakar lagta hi nhi hai inke pitaji ne 10 baar CM ki oath li hai pic.twitter.com/6ipJOSAVZn
— Prayag (@theprayagtiwari) November 20, 2025
જનતાનો પણ આભાર વ્યક્ત કર્યો
નિશાંત કુમારે કહ્યું, ‘હું મારા પિતાને 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપું છું. જનતાએ અમને આશા કરતાં વધુ આપ્યું છે. હું લોકોનો આભાર વ્યક્ત કરું છું અને તેમને અભિનંદન આપું છું. ગાંધી મેદાનમાં એક ભવ્ય સમારોહ પછી તરત જ તેમની ટિપ્પણી આવી જ્યાં નીતિશ કુમારે આજે રેકોર્ડ 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નીતિશ કુમાર અને નવી રચાયેલી બિહાર સરકારને અભિનંદન આપ્યા હતા. અગાઉ, જેડી(યુ) નેતાએ પટણાના ગાંધી મેદાનમાં રેકોર્ડ 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.