NIAને મળી મોટી સફળતા: દિલ્હી બોમ્બ વિસ્ફોટ ના હુમલાવર ઉમરનો કશ્મીરી સાથીદાર ની કરી ધરપકડ !

By: Krunal Bhavsar
16 Nov, 2025

Bomb Blast NIA Arrest : દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં થયેલા કાર બોમ્બ વિસ્ફોટ મામલે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને મોટી સફળતા મળી છે. NIAની ટીમે આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવામાં આત્મઘાતી હુમલાખોરને મદદ કરનાર કાશ્મીરી નિવાસી એક યુવકની ધરપકડ કરી છે. આ હુમલામાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા અને 32 જેટલા લોકો ઘાયલ થયા હતા.

આરોપી આમિર રશીદ અલીની ધરપકડ (Accused Arrested)

હુમલામાં ઉપયોગમાં લેવાયેલી હ્યુન્ડાઇ આઇ-20 (i-20) કાર આરોપી આમિર રશીદ અલીના નામે નોંધાયેલી હતી, જેમાંથી તપાસ ટીમને મહત્ત્વપૂર્ણ કડીઓ મળી હતી. આ પુરાવાના આધારે NIAની ટીમે તેને દિલ્હીમાંથી ઝડપી પાડ્યો છે.

  • દિલ્હી પોલીસે આ કેસ NIAને સોંપ્યા બાદ એજન્સીએ મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
  • કાશ્મીર કનેક્શન: તપાસમાં બહાર આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરના પમ્પોરના સાંબુરા નિવાસી આમિર રશીદે કથિત આત્મઘાતી હુમલાખોર ઉમર ઉન નબી સાથે મળીને આ આતંકવાદી હુમલાને અંજામ આપવાની યોજના બનાવી હતી.

કાર ખરીદવા દિલ્હી આવ્યો હતો આમિર (Terror Plot Details)

  • આરોપી આમિર રશીદ અલી કાર ખરીદવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે દિલ્હી આવ્યો હતો. પાછળથી આ કારનો ઉપયોગ વાહન-જનિત ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (VBIED) તરીકે વિસ્ફોટમાં કરવામાં આવ્યો હતો.
  • હુમલાખોરની ઓળખ: NIAએ ફોરેન્સિક તપાસના આધારે વાહન ચલાવનાર મૃતકની ઓળખ ઉમર ઉન નબી તરીકે કરી છે, જેનું વિસ્ફોટમાં મોત થયું હતું.
  • નબીની પ્રોફાઇલ: મૃતક ઉમર ઉન નબી કાશ્મીરના પુલવામા જિલ્લાનો રહેવાસી હતો અને રસપ્રદ વાત એ છે કે તે ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટીના જનરલ મેડિસિન વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતો.

73 લોકો ની ગવાહો તરીકે પૂછપરછ અને જપ્તી (NIA Investigation)

NIA દ્વારા અત્યાર સુધીમાં આ કેસમાં 73 ગવાહોની પૂછપરછ કરવામાં આવી છે. આ ઉપરાંત, એજન્સીએ નબીના નામે નોંધાયેલું વધુ એક વાહન પણ જપ્ત કર્યું છે, જેની તપાસ ચાલુ છે. એજન્સી આ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરીને સમગ્ર કાવતરાના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.


Related Posts

Load more