શ્રીનગર ના નૌગામ પોલીસ સ્ટેશન માં થયો આકસ્મિક બ્લાસ્ટ : શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશન માં ફરીદાબાદ માં થી ઝડપાયેલા બ્લાસ્ટ ની સામગ્રી રૂપી સેમ્પલ ની પોલીસ અને એફ.એસ.એલ ની ટિમ ચકાસણી કરી રહી હતી તે દરમિયાન જોરદાર બ્લાસ્ટ થયો હતો . પોલીસ સ્ટેશન ની અંદર પાર્ક થયેલા વાહકનો સળગી ઉઠ્યા હતા.

નૌગામ પોલીસ સ્ટેશન બ્લાસ્ટ માં 3 ના મોત , ઘણા વ્યક્તિઓ ઘવાયા છે . પી.ટી.આઈ ના માધ્યમ થી જાણવા મળ્યું છે કે આશરે 8 લોકો ગંભીર રીતે ઘવાયા છે . એફ. એસ. એલ ની ટીમ ફરીદાબાદ માંથી ઝડપાયેલા એક્સપ્લોસિવ સામગ્રી ની પોલીસ સ્ટેશન ના રૂમ માં બારીકાઇ થી ચકાસણી કરી રહ્યા હતા તે દરમિયાન જોરદાર બ્લાસ્ટ થતા પોલીસ સ્ટેશન નું બિલ્ડીંગ તેમજ , પોલીસ સ્ટેશન ના કમ્પાઉન્ડ માં પાર્ક કરેલ વાહનો સળગી ઉઠ્યા હતા.
#Srinagar pic.twitter.com/Muz54gP8Uf
— Irfan Attari Kashmiri (@irfan_attari_) November 14, 2025
તાજેતર માં જ ફરીદાબાદ ની નજીક માં આવેલા ધાઉજ અને ફતેપુર તાગ ગામ માંથી ભાડે રખાયેલી રૂમ માંથી આશરે 2900 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટ અને બીજા બૉમ્બ બનાવવા માટેના મટીરીયલ રૂપી સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા. જપ્ત કરાયેલા એક્સપ્લોઝિવ સાધનો ની ચકાસણી દરમિયાન આકસ્મિક રીતે વિસ્ફોટ થયો હતો
ઓચિંતા બ્લાસ્ટ થી શ્રી નગર ના નૌ ગામ પોલીસ સ્ટેશન ની નજીક નો વિસ્તાર બ્લાસ્ટ થી ધણધણી ઉઠ્યો હતો. નજીક માં આવેલા ઘરો ના કાચ તૂટી ગયા એટલો પ્રચંડ વિસ્ફોટ થયો હતો કે એ એકલા નૌગામ માં નહિ પણ છાનપોરા , સનત નગર , રાવલપોરા અને પંથ ચોક વિસ્તાર સુધી વિસ્ફોટ નો અવાજ સંભળાયો હતો , પોલીસ સ્ટેશન તરફ ના નજીક ના રોડ સલામતી હેતુ થી બંધ કરવામાં આવ્યા છે.
શુક્રવારે રાત્રે આશરે 11 :20 ની આસપાસ જમ્મુ કાશમીર ના શ્રીનગર માં નૌ ગામ પોલીસ સ્ટેશન ની અંદર એક પ્રચંડ વિસ્ફોટ થતા 27 લોકો ઘવાયા છે , ફાયરબ્રિગેડ ના જવાનો ની ટીમ ત્યાં હાજર છે . ડઝન જેટલા વાહનો બ્લાસ્ટ થી લાગેલી આગ નો ભોગ બન્યા છે .
VIDEO | Jammu and Kashmir: Eight personnel have been injured in an accidental blast in Nowgam police station while taking samples of explosive material seized in Faridabad. Visuals from outside the police station.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/k30uCLeO2j
— Press Trust of India (@PTI_News) November 14, 2025