મુંબઈઃ બોલીવુડ અભિનેતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય પર તેમના પત્ની હેમા માલિનીએ અપડેટ આપ્યું છે. હેમા માલિનીએ કહ્યુ કે ધર્મેન્દ્રનું સ્વાસ્થ્ય સારૂ છે. મહત્વનું છે કે આ પહેલા ધર્મેન્દ્રની ટીમે નિધનની પુષ્ટિ કરી હતી. ત્યારબાદ હેમા માલિની અને ધર્મેન્દ્રના પુત્રી ઈશાએ આ સમાચારનું ખંડન કર્યુ છે. તેમણે જણાવ્યું કે પિતા ઠીક થઈ રહ્યાં છે.
ઈશાએ કરી પોસ્ટ
ઈશાએ લખ્યું કે લોકો ખોટા સમાચાર ચલાવી રહ્યાં છે. મારા પિતા ઠીક છે અને રિકવર થઈ રહ્યાં છે. અમે બધા વિનંતી કરી રહ્યાં છીએ કે પરિવારની નિજતાનું સન્માન કરો. પિતા જલ્દી સાજા થાય તેની પ્રાર્થના માટે આભાર.
હેમા માલિની ભડક્યા
ધર્મેન્દ્રના મોતની અફવાઓ પર પત્ની હેમા માલિની ગુસ્સો ભડક્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી લોકોને ફટકાર લગાવી છે
હોસ્પિટલમાં છે પરિવાર
દેઓલ પરિવાર હોસ્પિટલમાં છે. મહત્વનું છે કે ગઈ કાલે સલમાન ખાન, શાહરૂખ ખાન, અમીષા પટેલ અને ગોવિંદા સહિત અનેક કલાકારો હોસ્પિટલમાં ધર્મેન્દ્રના હાલચાલ જાણવા પહોંચ્યા હતા.