Gujarat : ગુજરાતમાં એ.ટી.એસ નો મોટી કાર્યવાહી , મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. જેમાં અડાલજ પાસેથી ISISના 3 આતંકીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ હથિયાર સાથે ધરપકડ કરી છે. હથિયાર બદલવા માટે આતંકીઓ આવ્યા હતા. છેલ્લા એક વર્ષથી એજન્સીઓની રડારમાં હતા. જેમાં ઝડપાયેલા તમામ આતંકી હૈદરાબાદના રહેવાસી છે. પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ છે. અગાઉ અલકાયદાના આતંકી ઝડપાયા હતા.
ઉલ્લેખનીય છે કે દેશના વિવિધ ભાગોમાં હુમલાની યોજના હતી. હથિયાર સપ્લાય કરતી વખતે ATSએ દબોચ્યા છે. ગુજરાતમાં કયાં અને કેવી રીતે પ્રવેશ કર્યો તેને લઈ ગુજરાત ATSએ પૂછપરછ કરી રહી છે સાથે સાથે ઝડપાયેલ આતંકીઓ પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે. ત્રણેય શખ્સ કઈ આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. કોઈ આતંકી હુમલા સહિતના કોઈ ઘટનાને અંજામ આપવાના હતા કે કેમ તે સમગ્ર મામલે હાલ ATS દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
અગાઉ, દેશમાં હુમલાઓનું કાવતરું ઘડનારા અને યુવાનોને આતંકવાદમાં ફસાવવાના એક મોડ્યુલનો પર્દાફાશ થયો હતો. ઝારખંડની રાજધાની રાંચીમાં પણ કેટલાક શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો પ્રમાણે, ગુજરાત ATS એ આતંકવાદ સામે મોટી સફળતા મેળવી છે. ATS ના કર્મચારીઓએ ISIS ના ત્રણ આતંકવાદીઓને સફળતાપૂર્વક પકડી પાડ્યા છે. એવું કહેવાય છે કે આ શંકાસ્પદ આતંકવાદીઓ શસ્ત્રોની આપ-લે કરવા માટે ગુજરાત ગયા હતા અને દેશભરમાં આતંકવાદી હુમલાઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ માટે એક મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
આતંકવાદી કાવતરાનો પર્દાફાશ કરતા ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. ચિંતાનો વિષય છે કે ISIS ના આતંકવાદીઓ દેશમાં તેમની હાજરી વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગુપ્તચર માહિતીના આધારે, શંકાસ્પદો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ચીન ખાતેથી MBBS નો અભ્યાસ કરી ચૂકેલા ડૉક્ટર જીલાનીના મોબાઈલ ફોનની કોલ હિસ્ટ્રીમાંથી મળેલા એક મોબાઈલ નંબરના આધારે તેની માહિતી મેળવતા ગુજરાત-રાજસ્થાન સરહદ તરફનું લૉકેશન આવ્યું હતું. જેથી ATS Gujarat ની બે ટીમ તાબડતોબ દોડી ગઈ હતી. બનાસકાંઠા જિલ્લામાંથી મોહંમદસોહેલ મોહંમદસુલેમાન અને તેની સાથે આઝાદ સુલેમાન સૈફી મળી આવતા તેમને અટકમાં લેવાયા હતા. ઉત્તરપ્રદેશના વતની એવા બંને શખસો પાસેથી એક-એક મોબાઈલ ફોન અને લેપટોપ કબજે કરાયું છે.
સુહેલ અને સુલેમાન પાકિસ્તાન સરહદની નજીક આવેલા રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાંથી બે Glock Pistol, એક Beretta Pistol અને 30 જીવતા કારતૂસ લઈ આવીને કલોલમાં અવાવરૂ સ્થળે છુપાવી દીધા હતા. હથિયારોની ડિલિવરી દરમિયાન એકબીજાની ઓળખ ના થાય તે માટે કલોલ વિસ્તારમાં ડેડ ડ્રોપ કરાયું હતું.
