હાઈવે અને એક્સપ્રેસ-વે પર રખડતા પ્રાણીઓની No Entry, સુપ્રીમ કોર્ટે તત્કાલ હટાવવાનો આપ્યો આદેશ

By: nationgujarat
07 Nov, 2025

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે દેશભરમાં રખડતા કૂરતાઓ મામલે સુનાવણી થઈ હતી. જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મેહતા અને જસ્ટિસ એનવી અંજારિયાની બેંચમાં સુનાવણી થઈ હતી. સર્વોચ્ચ અદાલતે આ દરમિયાન હાઈવે અને એક્સપ્રેસ-વે પર આવારા પશુઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. કોર્ટે તેને તત્કાલ હટાવવાનો આદેશ આપ્યોછે.જસ્ટિસ નાથે કહ્યુ કે આદેશ ત્રણ ભાગમાં છે. પહેલું પાલન પર છે. એમિકસ રિપોર્ટની સામગ્રી અમારા આદેશના અભિન્ન ભાગ તરીકે વાંચવામાં આવશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો આગામી સુનાવણી પહેલાં વ્યાપક સોગંદનામું દાખલ કરશે, જેમાં રિપોર્ટમાં દર્શાવેલ ખામીઓને દૂર કરવા માટે તેઓએ લીધેલા પગલાંની રૂપરેખા આપવામાં આવશે. કોઈપણ શિથિલતાને ગંભીરતાથી જોવામાં આવશે.

આદેશમાં શું કહ્યું
જસ્ટિસ નાથે કહ્યુ કે બીજો આદેશ રાજસ્થાન હાઈકોર્ટના નિર્દોશોથી સંબંધિત છે. નિર્દેશોની પુનઃપુષ્ટિ તે મર્યાદા સુધી જાય છે કે બધા રાજ્યોના નોડલ અધિકારી રાષ્ટ્રીય રાજમાર્ગોથી રખડતા પશુઓને હટાવવાની ખાતરી કરશે. રાજમાર્ગો/રસ્તા/એક્સપ્રેસવે પર જોવા મળતા બધા જાનવરો જેમાં પશુપાલકો પણ સામેલ છે, તત્કાલ હટાવવા માટે એક સંયુક્ત સંકલિત અભિયાન ચલાવવામાં આવશે. ઢોર અને અન્ય પ્રાણીઓને તમામ જરૂરી સંભાળ પૂરી પાડવામાં આવશે.

તેમણે પોતાના આદેશમાં કહ્યું કે બધા રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવ તેના પાલનની ખાતરી કરશે. બાકી અધિકારી વ્યક્તિગત રૂપથી જવાબદાર હશે. નિર્દેશોના પાલન માટે સ્થિતિની જાણકારી 8 સપ્તાહમાં રજૂ કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે ત્રીજો નિર્દેશ સંસ્થાગત ક્ષેત્રોથી સંબંધિત છે. કૂતરાઓ કરડવાની વધતી ઘટનાઓને જોતા આ ન્યાયાલય નીચેના નિર્દેશ આપવા જરૂરી સમજે છે.

રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોએ બે અઠવાડિયાની અંદર જિલ્લા હોસ્પિટલો, જાહેર રમતગમત સંકુલ અને રેલવે સ્ટેશનો સહિત તમામ સરકારી સંસ્થાઓની ઓળખ કરવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે રખડતા કૂતરાઓના પ્રવેશને રોકવા માટે જરૂરિયાત મુજબ પરિસરને પર્યાપ્ત વાડથી સુરક્ષિત કરવામાં આવે.

આ કાર્ય આઠ સપ્તાહની અંદર પૂરુ કરવાનું છે. સંસ્થાઓના મેનેજમેન્ટે વિસ્તારની જાળવણી માટે જવાબદાર એક નોડલ અધિકારી નિયુક્ત કરવા પડશે.

સ્થાનિક મ્યુનિસિપલ સત્તાવાળાઓ આવા તમામ પરિસરનું નિયમિત નિરીક્ષણ કરશે જેથી ખાતરી કરી શકાય કે ત્યાં કોઈ રખડતા કૂતરા રહેતા નથી. દરેક રખડતા કૂતરાને તાત્કાલિક આવા પરિસરમાંથી દૂર કરવા જોઈએ અને નસબંધી પછી આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવે. રખડતા કૂતરાઓને જે વિસ્તારમાંથી ઉપાડવામાં આવ્યા હતા ત્યાં છોડવા જોઈએ નહીં. આવું થવા દેવાથી હેતુ નિષ્ફળ જશે.


Related Posts

Load more