મુંબઈ સ્ટુડિયોમાં બાળકોને બંધક બનાવનારનું ફાયરિંગમાં મોત, પોલીસની કાર્યવાહીમાં વાગી હતી ગોળી

By: nationgujarat
30 Oct, 2025

મુંબઈ પવઈ સ્થિત આર એ સ્ટુડિયોમાં 17 બાળકોને બંધક બનાવનાર રોહિત આર્યાનું મોત થયું છે. પોલીસની જવાબી કાર્યવાહી દરમિયાન ફાયરિંગમાં તેને ગોળી વાગી હતી. જે બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટરોએ સારવાર દરમિયાન રોહિત આર્યાને મૃત જાહેર કર્યો હતો. પોલીસ આ ઘટનામાં ડિટેઈલમાં તપાસ કરી રહી છે.

મુંબઈના પવઈ વિસ્તારમાં આવેલા એક એક્ટિંગ સ્ટુડિયોમાં એક વ્યક્તિએ ધોળા દિવસે 15થી 20 બાળકોને બંધક બનાવ્યા હતા. આ ઘટના બપોરે બની હતી જ્યારે બાળકો ઓડિશન આપવા સ્ટુડિયોમાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ  આરોપીએ સ્ટુડિયો માલિક સાથેના વિવાદને કારણે આવું પગલું ભર્યું હતું. ઘટના દરમિયાન તે બાળકોને ધમકી આપી રહ્યો હોવાનું કહેવાય છે. પોલીસ અને મીડિયા બહાર ભેગા થતા હોબાળો મચી ગયો હતો.

અહેવાલો અનુસાર પવઈના સ્ટુડિયોમાં આશરે 100 બાળકો ઓડિશન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ત્યાં સ્ટુડિયોમાં કામ કરતા એક વ્યક્તિએ 15થી 20 બાળકોને બંધક બનાવી લીધા હતા. આરોપી એક યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે. અહેવાલો અનુસાર, તે ચાર-પાંચ દિવસથી ત્યાં ઓડિશન કરાવી રહ્યો હતો.

80 બાળકોને પાછા મોકલવામાં આવ્યા

ગુરુવારે ઓડિશન આપ્યા પછી આશરે 80 બાળકોને પાછા મોકલી દીધા અને બાકીના બાળકોને એક રૂમમાં બંધ કરી દીધા. બાળકો બારીઓમાંથી જોઈ રહ્યા હતા. સ્થાનિક લોકોને આ વાતની જાણ થતાં ઘટનાસ્થળે ગભરાટ ફેલાઈ ગયો. તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી. માહિતી મળતાં  પોલીસ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી. પોલીસે ઝડપથી કાર્યવાહી કરીને આરોપીને પકડી લીધો અને બધા બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા.


Related Posts

Load more