આજે રાતથી આ 12 રાજ્યોના લોકો ચૂંટણી કાર્ડમાં ફેરફાર કરી શકશે નહીં,

By: nationgujarat
27 Oct, 2025

ચૂંટણી પંચે વિશેષ ઈન્ટેન્સિવ રિવીઝન (SIR) ને લઈને પત્રકાર પરિષદમાં મોટી જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યુ કે બિહારમાં SIR સફળતાપૂર્વક લાગૂ થયા બાદ દેશના બીજા રાજ્યોમાં પણ SIRનો બીજો તબક્કો લાગૂ કરવામાં આવશે. બીજા તબક્કામાં દેશના 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને આવરી લેવામાં આવશે.દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધિત કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યુ કે આજે અમે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવીઝનના બીજા તબક્કાની જાહેરાત કરી રહ્યાં છીએ. હું બિહારના મતદાતાઓને શુભેચ્છા આપું છું અને તે 7.5 કરોડ મતદાતાઓને નમન કરુ છું, જેણે આ પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી નિભાવી અને તેને સફળ બનાવી.

તેમણે કહ્યું કે પંચે દેશના બધા 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓ સાથે મુલાકાત કરી પ્રક્રિયા પર વિસ્તારથી ચર્ચા કરી છે.

મતદાર યાદી ફ્રીઝ, SIRનો આગામી તબક્કો આજથી શરૂ થશે
મુખ્ય ચૂંટણી કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે ખાસ સઘન સુધારણા હેઠળ રહેલા રાજ્યોની મતદાર યાદીઓ આજે રાત્રે 12 વાગ્યે ફ્રીઝ કરવામાં આવશે. દરેક મતદાન મથક પર એક BLO અને દરેક વિધાનસભા મતવિસ્તારમાં એક ચૂંટણી નોંધણી અધિકારી (ERO) તૈનાત કરવામાં આવશે. આજે બધા મતદારો માટે ગણતરી ફોર્મ (EFs) છાપવામાં આવશે. દરેક BLO માહિતી એકત્રિત કરવા માટે દરેક ઘરની ઓછામાં ઓછી ત્રણ વખત મુલાકાત લેશે. જે મતદારો તેમના મતવિસ્તારની બહાર છે તેઓ પણ આ ફોર્મ ઓનલાઈન ભરી શકશે. આ પ્રક્રિયા દરમિયાન કોઈ વધારાના દસ્તાવેજો કે ફોર્મની જરૂર રહેશે નહીં.

આ 12 રાજ્યોમાં શરૂ થશે SIR પ્રક્રિયા
ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે આજથી આ 12 રાજ્યોમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થશે. આ રાજ્યોમાં અંડમાન નિકોબાર, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, કેરેલા, લક્ષદ્વીપ, મધ્ય પ્રદેશ, પુડુચેરી, રાજસ્થાન, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ.


Related Posts

Load more