દાદા સરકારના જમ્બો મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર-કચ્છનો દબદબો, 26 ધારાસભ્યોએ લીઘા શપથ અને 8 કેબિનેટ મંત્રી

By: nationgujarat
17 Oct, 2025

ભૂપેન્દ્રભાઈ પટેલના નવા મંત્રી મંડળનો શપથ ગ્રહણ સમારોહ પુર્ણ થયો છે. સૌથી પહેલા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.અગાઉની સરકારમાં  જૈન સમુદાયને મુખ્યમંત્રી પદ હતું અને પાટીદાર સમાજને નાયબ મુખ્યમંત્રી પદ હતું. આજે રચાયેલી સરકારમાં પાટીદાર સમુદાય મુખ્યમંત્રી અને જૈન સમુદાયને નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું છે. હર્ષ સંઘવી ગુજરાતના ત્રીજા નાયબ મુખ્યમંત્રી બન્યા છે.  પહેલા નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીન હતા. બીજા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ત્રીજા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બન્યા છે.

હર્ષ સંઘવીની રાજકીય સફર

સુરતના મજૂરાથી ધારાસભ્ય હર્ષ સંઘવી રાજ્યના સૌથી નાની વયના નાયબ મુખ્યમંત્રી હશે.  છેલ્લી 3 ટર્મથી સુરતની મજૂરા બેઠકથી તેઓ ધારાસભ્ય છે. ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. આ ઉપરાંત ગૃહ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પણ પદ સંભાળ્યું છે.

હર્ષ સંઘવી  આ ઉપરાંત રમત ગમત, વાહન વ્યવહાર સહિતના ખાતાને સંભાળ્યા છે. હર્ષ સંઘવી 2008માં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી રહ્યા હતા. તેમજ 2011માં યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિભાવી હતી. 2013માં રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી બન્યા હતા.  2014માં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહ્યા અને 2012માં માત્ર 27 વર્ષની ઉંમરે મજૂરાથી ધારાસભ્ય બન્યા હતા. તેમજ સતત 3 ટર્મથી જંગી બહુમતી સાથે જીતતા રહ્યાં છે.

ગુજરાતમાં આજે મંત્રીમંડળનુ વિસ્તરણ થયુ છે, ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં આ વખતે 26 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ જમ્બો મંત્રીમંડળમાં આ વખતે સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 9 મંત્રીઓ આવશે, જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાંથી 6-6 મંત્રીઓ અને ઉત્તર ગુજરાતમાંથી 4 મંત્રીઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના વિસ્તરણમાં પદનામિત મંત્રીઓની શપથવિધિ શુક્રવારે તારીખ 17 ઓક્ટોબરે સવારે 11.30 કલાકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાજર રહેશે. કેન્દ્રિય મંત્રી સી.આર.પાટીલ, ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે. પ્રદેશ ભાજપના નેતાઓ, સાધુ સંતો અને ગણ માન્ય લોકો પણ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળવા પહોંચ્યા પહોંચ્યા હતા.

દાદા સરકારના જમ્બો મંત્રીમંડળમાં સૌરાષ્ટ્ર-કચ્છનો દબદબો, જાણો કયા ઝૉનમાંથી કોણ બનશે મંત્રી – 

સૌરાષ્ટ્રમાંથી કોણ-કોણ ?
(1) કુંવરજી બાવળીયા – જસદણ (રાજકો) કોળી પટેલ
(2) પરસોતમભાઈ સોલંકી -ભાવનગર ગ્રામ્ય – કોળી પટેલ
(3) જીતુ વાઘાણી – ભાવનગર શહેર -પાટીદાર
(4) રીવાબા જાડેજા – જામનગર શહેર – ક્ષત્રિય
(5) કાંતિ અમૃતિયા -મોરબી – લેઉઆ પાટીદાર
(6) ત્રિકમ છાંગા – અંજાર (કચ્છ) OBC
(7) અર્જુન મોઢવાડિયા – પોરબંદર – OBC
(8) પ્રદ્યુમન વાંઝા – કોડિનર – SC
(9) કૌશિક વેકરિયા – અમરેલી – લેઉઆ બેઠક

દક્ષિણ ગુજરાતમાં કુલ 6 નામ – 
(1) પ્રફુલ્લ પાનસેરિયા- સુરત શહેર- લેઉઆ પાટીદાર)
(2) કનુભાઈને દેસાઇ – પારડી (વલસાડ) – અનાવીલ બ્રાહ્મણ
(3) હર્ષભાઈ સંઘવી – સુરત શહેર -જનરલ
(4) નરેશ પટલ -ગણદેવી – ST
(5) જયરામ ગામિત – નિઝર (તાપી) ST
(6) ઈશ્વર પટેલ -હાંસોલ (ભરૂચ) OBC

મધ્ય ગુજરાતમાંથી 6 મંત્રી – 
(1) મનીષા વકીલ – વડોદરા શહેર – SC
(2) રમેશ કટારા – દાહોદ – ST
(3) કમલેશ પટેલ – પેટલાદ (આણંદ) પાટીદાર
(4) દર્શનાબહેન વાઘેલા – અસારવા (અમદાવાદ શહેર) SC
(5) સંજયસિંહ મહિડા – મહુધા (ખેડા જિલ્લો) OBC
(6) રમણ સોલંકી – બોરસદ (આણંદ) OBC

ઉત્તર ગુજરાતમાંથી કોણ બનશે મંત્રી? 
(1) ઋષિકેશ પટેલ – વિસનગર (મહેસાણા) કડવા પટેલ
(2) પી.સી.બરંડા – ભીલોડા (અરવલ્લી) ST
(3) પ્રવિણ માળી – ડિસા (બનાસકાંઠા) OBC
(4) સ્વરૂપજી ઠાકોર – વાવ – ક્ષત્રિય ઠાકોર


Related Posts

Load more