ઘણા સમયથી રાહ જોવાતી હતી કે રાજય સરકારના મંત્રીમંડળમાં વિસ્તરણ થવાનુ છે તે ઘડી હવે દિવાળી પહેલા જ આવી ગઇ છે. સુત્રોનુ માનીએ તો નવા મંત્રીઓના નામો નક્કી થઇ ગયા છે. મુખ્યમંત્રી હાલ મુબઇ છે અને ત્યાથી આવ્યા પછી રાજયપાલ દેવવ્રત આચાર્ય સાથે મુલાકાત કરશે અને નવા મંત્રીમંડળમા સમાવિષ્ટ ઘારાસભ્યોના નામની યાદી આપશે. દિલ્હી ખાતે મુખ્યમંત્રી સંગઠન મહામંત્રી પ્રદેશ અધ્યક્ષ એક સાથે પ્રવાસે જઇ હાઇકમાન્ડ સાથે ચર્ચા કરી નામો ફાઇનલ કર્યા છે તેમ માનાઇ રહ્યુ છે. સુત્રનુ માનીએ તો આજે મોડી રાત્રે ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવી નેતાઓ સાથે બેઠક કરી શકે છે. આજે મોડી રાત્રે ઘારાસભ્યોને મંત્રી પદના શપથ લેવાના છે તે મેસેજ માટે ફોન આવી શકે છે. કેબિનેટ કક્ષા કે રાજયકક્ષાનુ પદ મળશે તે અંગે ફોન પર જાણ કરવામા નહી આવે
પ્રાપ્ત માહિતી અનુસાર, મંત્રીઓ આજે મોડી સાંજે મુખ્યમંત્રીને રાજીનામાના પત્રો સોંપશે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં મુંબઈ જવા રવાના થયા છે અને સાંજે તેઓ પરત ગાંધીનગર આવી જશે. આવતીકાલે, મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓ નવા મંત્રીમંડળમાં નવેસરથી શપથ લેશે.