દેશમાં સૌથી મોટો દિવાળી તહેવાર ને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે દિવાળીનું વેકેશન પડવા જઇ રહ્યુ છે. સરતમાં મોટી સંખ્યામાં દેશના વિવિધ વિસ્તારોમાંથી લોકો રોજી રોટી માટે આવે છે તેઓ રજાના દિવસોમાં પોતાના વતન જવા માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. સુરતના ઉઘના વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો યુપી અને બિહાર જવા માટે આવી રહ્યા છે.
મુસાફરોની બેકાબુ થતી ભીડને કારણે નિયંત્રીત કરવા અને વ્યવસ્થા જાળવવા માટે રેલવે પ્રસાશન તેમજ સ્થાનિક પોલીસ દ્વારા વિશેષ પગલા લેવામાં આવી રહ્યા છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મા મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. ઉઘના રેલવે સ્ટેશન ના સમગ્ર પરિસરમાં ડ્રોન દ્વારા નિરિક્ષણ કરવામાં આવ્યું જેથી ભીડ અને વ્યવસ્થાને લગતા નિર્ણયો કરી શકાય. દિવાળીના તહેવાર સમયે દર વર્ષે આ રીતે મુસાફરોની ભીડ જોવા મળે છે. વતન જવા માટે મુસાફરો સ્ટેશન અને ટ્રેનમાં જગ્યા રોકવા માટે પડાપડી કરી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળે છે. મોટી સંખ્યામાં મુસાફરોની ભીડને કાબુમાં કરવા તંત્રએ વિશેષ કામગીરી કરવી પડશે તે ચોક્કસ છે.