રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ખાસ કરીને તેઓ જૂનાગઢ, દ્વારકા અને અમદાવાની મુલાકાત લેવાના છે. જેને લઈ તેમના કાર્યક્રમ સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવાઈ છે. રાષ્ટ્રપતિ દ્વૌપતિ મુર્મુ આજે સાંજે 6 વાગ્યે રાજકોટ સર્કિટ હાઉસ પહોંચશે અને રાત્રી રોકાણ કરશેઆવતીકાલે 10 ઓક્ટોબરે સવારે 10 વાગ્યે રાજકોટ સર્કિટ હાઉસથી હિરાસર એરપોર્ટ જવા રવાના થશે. જ્યાંથી તેઓ જૂનાગઢ સોમનાથ મંદિર પહોંચશે. બપોરે 12 વાગ્યે સોમનાથ મંદિરે દર્શન કરશે. અને ત્યાંથી સાસણ ગીર સિંહદર્શન માટે રવાના થશે. રાત્રી રોકાણ પણ સાસણ કરશે. 11 ઓક્ટોબરે સવારે સાસણથી ખાતેથી દ્વારકા જવા રવાના થશે.
જ્યાં દ્વારકાધીશના દર્શન કરી જામનગર એરપોર્ટ પહોંચશે. અને ત્યાંથી અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠના કાર્યક્રમમાં હાજરી આપશે. ગૂજરાત વિદ્યાપીઠમાં કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજે તેઓ દિલ્હી જવા રવાના થશે.