વાયરલ થયેલો આ વીડિયો અમદાવાદનો છે, તેવો તમને વિશ્વાસ નહિ થાય. અમદાવાદમાં એક જન્મદિવસની જાહેર રસ્તા પર થયેલી ઉજવણીમાં એવા બિભત્સ ચાળા કરાયા કે, વીડિયો જોઈને તમને એમ જ લાગશે કે આવું તો બેંગકોકની બદનામ ગલીઓમાં થાય છે. મુંબઈના બારની જેમ અમદાવાદના રસ્તા પર ડાન્સ પાર્ટી થઈ હતી. ડાન્સ પાર્ટીનો VIDEO વાયરલ થયો છે. યુવતી સાથે ડાન્સ કરી યુવકે બિભત્સ ચેનચાળા કર્યા હોવાની ચર્ચા ચારેતરફ થઈ રહી છે. તો કેટલાક લોકોએ રસ્તા પર થયેલી આ પાર્ટીમાં ચલણી નોટોનો વરસાદ પણ કર્યો હતો. એક તરફ નવરાત્રિના તહેવારો દરમિયાન વડોદરાના ગરબામાં કપલના કિસીંગ વીડિયોના કારણે વિવાદ સર્જાયો હતો. ત્યાર બાદ હવે અમદાવાદના કુબેરનગર વિસ્તારનો વીડિયો વાયરલ થયો છે. કેટલાક યુવકો દ્વારા યુવતીને બોલાવી રસ્તા પર જ જન્મદિવસની ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વાયરલ વીડિયોમાં યુવકો અને યુવતી ફક્ત ડાન્સ નથી કરતા પણ બિભત્સ ચેનચાળા કરતા હોવાનું પણ જોવા મળ્યું છે. જોકે, ઝી 24 કલાક આ વીડિયોની પુષ્ટિ નથી કરતું.
અમદાવાદ માં જાહેરમાં બીભત્સ ડાન્સનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો સરદાર નગરના કુબેરનગર વિસ્તારનો હોવાનું ખૂલ્યું છે. જેમાં જાહેર રોડ પર યુવતી સાથે બિભત્સ ડાન્સ કરતા યુવકોનો વીડિયો જોવા મળી રહ્યો છે. નવરાત્રિમાં ગરબામાં વડોદરા અને સુરતમાં જાહેરમાં અશ્લીલ હરકતોનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ હવે અમદાવાદમાં પણ જાહેરમાં યુવકનો યુવતી સાથે બિભત્સ ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો છે. પાર્ટી દરમિયાન કેટલાક યુવકો ડાન્સ કરી રહ્યા છે જેની સાથે એક યુવતી પણ જ બિભત્સ ડાન્સ કરી રહી હોય તેવુ વીડિયોમાં દેખાઈ આવે છે.
આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર મુકેશ મકવાણા નામના વ્યક્તિએ બિભત્સ ડાન્સના વીડિયો અપલોડ કર્યો છે. મુકેશ મકવાણાએ જન્મ દિવસની ઉજવણી માટે પાર્ટી રાખી હતી. આ પાર્ટી દરમિયાન ગાળામાં ગોલ્ડન દાગીના પહેરીને મુકેશ મકવાણા ડાન્સ કરી રહ્યો હતો. પાર્ટી દરમિયાન જાહેરમાં રોડ પર જ મુકેશ સાથે યુવતી પણ ડાન્સ કરી રહી હતી. મુકેશ અને યુવતી જાહેરમાં ડાન્સ દરમિયાન બીભત્સ હરકતો કરી રહ્યા હતા. આ વીડિયો વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ વીડિયોમાં પણ અનેક લોકોએ ટિપ્પણી કરતી કોમેન્ટ કરી છે. આ પ્રકારના વીડિયોથી સમાજ પર પણ ખોટી અસર પડી રહી છે ત્યારે સરદારનગર પોલીસે સમગ્ર વિડિઓ બાબતે તપાસ શરૂ કરી છે.