Gujarat Politics : ગુજરાત ભાજપમાં નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત તો થઈ ગઈ, પરંતુ વધુ એક ખબર આવવાની રાહ છે. ગુજરાત મંત્રીમંડળમાં ફેરબદલની દિવાળી પહેલા જાહેરાત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. લેઉવા પાટિદારોને રાજી રાખવા માટે મહત્ત્વપૂર્ણ પદ આપી શકાય છે. વિસ્તરણ પૂર્વે વર્તમાન મંત્રીઓની કામગીરીના આંકલન બાદ 7 થી 9 મંત્રીઓને હટાવવામાં આવી શકે છે. તેમજ નવા ચહેરાઓને મંત્રીપદ આપીને રાજકીય સમીકરણ સંતુલિત કરવાનું ભાજપનું આયોજન છે.
ગુજરાતમાં દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ
ભાજપ પ્રદેશ અધ્યક્ષની વરણી થયા બાદ હવે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની તૈયારીઓ ચાલી રહી હોવાનું આંતરિક સૂત્રો દ્વારા પ્રાપ્ત થયું છે. કોઈ પણ સમયે ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે. દિવાળી પહેલા જ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા છે. ગુજરાતના મુખ્યમંત્રીની કેબિનેટમાં 10 જેટલા નવા મંત્રીઓ પસંદ થવાની શક્યતા છે.
કોને તક મળશે
વાત નવા કેબિનેટની થઈ રહી છે, તો અનેક મંત્રીઓના પત્તા કપાવાના છે. લગભગ 10 થી 12 જેટલા મંત્રીઓના પત્તા કટ થવાની શક્યતા છે. 10 જેટલા નવા મંત્રીઓ બનવાની શક્યતા! જાતીય સમીકરણને ધ્યાનમાં રાખી પસંદગી થશે. નવી કેબિનેટમાં સૌરાષ્ટ્રને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે. તેમજ લેઉઆ પાટીદારોને રાજી રાખવા મહત્વપૂર્ણ પદ સોંપાવાની શક્યતા છે.
વર્તમાન મંત્રીઓની કામગીરીની સમીક્ષા બાદ 7 થી 8 મંત્રીઓને હટાવવામાં આવી શકે છે. તો નવા ચહેરાઓને મંત્રીપદ આપીને રાજકીય સમીકરણોને સંતુલિત કરવાનું ભાજપનું આયોજન છે. મંત્રીઓમાં પાટીદાર અને આદિવાસી સમાજના MLAને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. તેમજ આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મંત્રીઓની પસંદગી કરાશે.
બીજી શક્યતા એ પણ છે કે, હાલમાં રાજ્યના મંત્રી મંડળમાં 17 મંત્રી છે, જેની સંખ્યામાં વધારો થઈ શકે છે. અનેક ધારાસભ્યો માટે મંત્રીપદના દરવાજા ખુલી શકે છે. ભાજપ નેતૃત્વ લોકોમાં સકારાત્મક સંદેશ આપવાની કવાયત તરીકે આ ફેરફાર કરી શકે છે.