જગદીશ પંચાલ ગુજરાત ભાજપના પ્રમુખ બનશે. ગુજરાત ભાજપના નવા પ્રમુખની ઘણા સમયથી અટકળો ચાલતી હતી પરંતુ આજે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. આવતીકાલે સવારે 10 કલાકે જગદીશ પંચાલ નવા પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળશે. આ કાર્યક્રમમાં રત્નાકરજ,પાટીલ,કે.લક્ષ્મણ,ભુપેન્દ્ર યાદવ ઉપસ્થિત રહેશે. કમલમ ખાતે કાર્યક્રમ હોવાથી પ્રદેશ કાર્યાલયને સળગારવામાં આવ્યું છે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે અમદાવાદના નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા (જગદીશ પંચાલ) ની વરણી લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. પ્રદેશ પ્રમુખ પદ માટે એકમાત્ર જગદીશ વિશ્વકર્મા જ ઉમેદવારીપત્ર ભરશે, જે તેમની બિનહરીફ વરણીનો સંકેત આપે છે. તેઓ આજે બપોરે 12:30 વાગ્યે વિજય મુહૂર્તમાં ગાંધીનગરના કમલમ ખાતે ફોર્મ ભર્યું. આ પ્રસંગે તેમના ટેકેદારો પણ ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી બાદ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના બનતા ગુજરાત ભાજપમાં અમદાવાદ શહેરનો દબદબો સ્પષ્ટ જોવા મળશે.
કોણ છે જગદીશ પંચાલ?
ગુજરાતના રાજકારણ અને સમાજસેવામાં એક વિશિષ્ટ સ્થાન ધરાવતા જગદીશભાઈ વિશ્વકર્માનો જન્મ મૂળ વરણાવાડા ગામના વતની પિતા ઈશ્વરભાઈ અને માતા પાર્વતીબેન ના ચોથા સંતાન તરીકે ઈ.સ.1973ની ઓગષ્ટ માસની 12મી તારીખે થયો હતો. તેમનું પ્રારંભિક શિક્ષણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં થયું અને કોલેજ કાળનું શિક્ષણ અમદાવાદની નવગુજરાત કોલેજમાં સંપન્ન થયું. શાળાકીય જીવનથી જ તેમનામાં રહેલી નેતૃત્વ ક્ષમતા અને સહાધ્યાયીઓ તેમજ શિક્ષકોને મદદ કરવાની નિષ્કપટ ભાવના સૌ કોઈના ધ્યાનમાં આવી ગઈ હતી.
જન સેવા એ જ પ્રભુ સેવા: સેવાકીય પ્રવૃત્તિઓ
જગદીશભાઈમાં નાની ઉંમરથી જ “જન સેવા એ જ પ્રભુ સેવા”ની અંતઃસ્ફૂરણા જોવા મળે છે. તેમના સહાધ્યાયીઓ નોંધે છે કે તેમનામાં દ્રઢ મનોબળ, મક્કમતા અને સેવાકીય ભાવનાની ગંગા વહેતી હતી. અતિવૃષ્ટિના કપરા સમયમાં તેમણે અનાજ, ગાયો માટે ઘાસચારો, કપડાં અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની કીટ બનાવીને અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવાનું ભગીરથ કાર્ય ઉપાડેલું. આ ઉપરાંત, અમદાવાદમાં ધાન્ધાર પંચાલ સમાજની વાડીમાં વિશ્વકર્મા ભગવાનના મંદિરના જીર્ણોધ્ધારનું જે કાર્ય અટકેલું અને અશક્ય લાગતું હતું, તે તેમણે યુવા મિત્રોની મદદથી સફળતાપૂર્વક પૂર્ણ કરાવ્યું. તેઓ સમાજમાંથી વ્યસનમુક્તિ લાવવાના યજ્ઞમાં હંમેશા સમર્પિત રહ્યા છે અને આ માટે સક્રિય પ્રવૃત્તિઓ કરી. વારંવાર બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરીને તેમણે સમાજસેવા ક્ષેત્રે પોતાનું નામ ચમકાવ્યું. તેમણે લોકોને અંધશ્રદ્ધા સામે જાગૃત કર્યા અને વિવેકપૂર્વકની સમજ આપીને એક નવો રાહ ચીંધ્યો.
વ્યવસાય અને રાજકીય કારકિર્દી
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જગદીશભાઈ પરિવારના વ્યવસાયમાં જોડાયા, જ્યાં તેમણે પરચેઝ અને એચ.આર. ડિપાર્ટમેન્ટનો હવાલો સફળતાપૂર્વક સંભાળ્યો. પિતાજી તરફથી તેમને સમય અને વ્યવહારમાં ચોક્કસતાના ગુણો વારસામાં મળ્યા. યુવાનીના સમયથી જ જગદીશભાઈ ભારતીય જનતા પાર્ટીના બૂથ કાર્યકર્તા તરીકે કામ કરતા રહ્યા અને દેશના વંચિત લોકોને સરકારી યોજનાઓના લાભ મળે તે માટે મહેનત કરતા રહ્યા.
2010: કર્ણાવતી શહેરના બક્ષીપંચના મંત્રી તરીકે હોદ્દો સંભાળી વિવિધ જ્ઞાતિઓને પક્ષ સાથે જોડવાનું કાર્ય કર્યું.
2012: કર્ણાવતી શહેરમાં બક્ષીપંચ મોરચા દ્વારા જન જાગરણ યાત્રાનું સફળ આયોજન કર્યું.
2012: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નિકોલ વિધાનસભાની સીટ પરથી ભાજપાના ઉમેદવાર બન્યા અને તેમની નિષ્પક્ષ, ઊર્જાવાન અને પ્રામાણિક છબીના કારણે 49,000થી વધુ મતોથી વિજયી બન્યા.
2016: પક્ષના નિષ્ઠાવાન કાર્યકર્તા તરીકે તેમને ભારતીય જનતા પક્ષે કર્ણાવતી મહાનગરના અધ્યક્ષની મોટી જવાબદારી સોંપી, જ્યાં તેમણે ચિંતન શિબિરો અને સદસ્યતા અભિયાન દ્વારા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને પક્ષમાં જોડ્યા.
2017: તેઓ ફરીથી ધારાસભ્ય બન્યા અને મહાનગરના અધ્યક્ષ તરીકે અમદાવાદ મહાનગરની 12 સીટો પર ભાજપાના ઉમેદવારોને વિજયી બનાવ્યા.
કોરોનાની વૈશ્વિક મહામારી દરમિયાન પણ તેમણે માસ્ક, સેનેટાઈઝર, આયુર્વેદિક ઉકાળા અને દવા વિતરણ જેવા અનેક સેવાકીય કામો કર્યા.
મંત્રી તરીકેની ભૂમિકા
વર્ષ 2021 માં જગદીશભાઈને રાજ્ય સરકારના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી, જેમાં તેમણે સહકાર, વન અને પર્યાવરણ, ઉદ્યોગ, પ્રોટોકોલ, નાગરિક ઉડ્ડયન જેવા મહત્વના વિભાગોને ખૂબજ ખંતપૂર્વક સંભાળ્યા. વર્ષ 2022માં ચૂંટણી બાદ તેઓ પુનઃ રાજ્ય સરકારમાં સહકાર, મીઠા ઉદ્યોગ, પ્રિન્ટીંગ સ્ટેશનરી અને પ્રોટોકોલ મંત્રી (સ્વતંત્ર હવાલો), સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર ખાદી અને ગ્રામીણ ઉદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી તરીકે કાર્યરત છે.
વિશેષ યોગદાન
રાજનીતિથી આગળ, જગદીશ પંચાલ રમતગમત ક્ષેત્રે બેડમિન્ટન અને ક્રિકેટ રમવાના શોખીન છે. સમાજ પ્રત્યેના તેમના દાયિત્વ રૂપે તેમણે વર્ષ 2018માં “મા ફાઉન્ડેશન” ની સ્થાપના કરી, જે અંતર્ગત “સેલ્ફી વીથ ક્લીન ડીશ”, “સેવ ફૂડ”, “રિસ્પેક્ટ ફૂડ”, “ડોન્ટ વેસ્ટ ફૂડ” જેવા ખોરાકનો આદર કરવાના મહત્વના કેમ્પેઈન સોશિયલ મીડિયા દ્વારા ચલાવ્યા. હંમેશા પ્રજાની પડખે રહીને અવિરત સેવાની ધૂણી ધખાવનારા શ્રી જગદીશભાઈ એક સ્પષ્ટ વક્તા અને મૂલ્યનિષ્ઠ સાચા લોકસેવકનું પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે.
જગદીશ વિશ્વકર્મા (પંચાલ) વિશે વિગતવાર માહિતી અને તેમની રાજકીય કારકિર્દી નીચે મુજબ છે:
વ્યક્તિગત પરિચય
રાજકીય કારકિર્દી
શરૂઆતનો પ્રવાસ
પક્ષમાં મહત્ત્વના હોદ્દા
વિધાનસભા સભ્ય (MLA)
મંત્રી પદ
અગાઉના પદ (સપ્ટેમ્બર ૨૦૨૧ થી ડિસેમ્બર ૨૦૨૨):