ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણીમાં આવ્યો મોટો ટ્વિસ્ટ, ચૂંટણી ન પણ થાય! આવ્યા નવા અપડેટ

By: nationgujarat
03 Oct, 2025

ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે આજે ગુજરાત કમલમમાં ગઈકાલથી ધમધમાટ શરૂ થઈ ગયો છે. પરંતું આ વચ્ચે એક મોટી વાત એ પણ છે કે, કદાચ ચૂંટણી ન પણ થાય. જો એક જ ફોર્મ ભરાય તો આજે જ નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે.

જો એક જ ફોર્મ ભરાય તો આજે જ નામની જાહેરાત થશે
ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા આજથી શરૂ થઈ જશે. આજે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભરવામાં આવશે. તો આવતીકાલે પ્રદેશ પ્રમુખ પદ માટેની ચૂંટણી યોજાશે. આ બાદ આવતીકાલે સાંજે પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થશે. જો એક જ ફોર્મ ભરાય તો આજે જ નામની જાહેરાત થશે. ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે OBC નેતાની પસંદગી થઈ શકે છે. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી આગળ છે. મતદાનની પ્રક્રિયામાં કુલ 292 લોકો મત આપશે. કુલ 292 સભ્યો રાષ્ટ્રીય પરિષદના 29 સભ્યોની પસંદગી કરશે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષની ચુંટણી ન પણ થાય 
ભાજપ પ્રદેશ પ્રમુખની નિયુક્તિ માટે પ્રદેશ પ્રમુખ માટે આજે ઉમેદવારી ફોર્મ ભરાશે. સવારે 10 થી 2 વાગ્યા વચ્ચે ઉમેદવારી ફોર્મ ભરાશે. સવારે 10.30 કલાકે ચૂંટણી ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જની બેઠક મળશે. સૂત્રોના મતે હાઈ કમાન્ડનો આદેશ આવ્યા બાદ એક જ ઉમેદવાર ઉમેદવારી ફોર્મ ભરશે. એક જ ઉમેદવારની ઉમેદવારી થવાને લઈને ચૂંટણી ન થાય તેવી પૂરેપૂરી શકયતા વધુ દેખાઈ રહી છે.

દિવાળી પહેલાં ગુજરાત પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ મળી જશે
ગુજરાત ભાજપમાં લાંબા સમયથી અટકી પડેલા ભાજપ પ્રદેશ પ્રમુખના નામ પર હવે સત્તાવાર મહોર લાગવાની છે. દિવાળી પહેલા પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ મળી જવાના છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નવા અધ્યક્ષની આગેવાનીમાં લડાશે. એક-બે દિવસમાં ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષની ચૂંટણી માટે નોટિફિકેશન જાહેર થશે. આગામી દિવસોમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે.

દિલ્હીથી આવશે નેતાઓ
આજે ફોર્મ ભરવાના જ દિવસે બપોરે કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ અને ભુપેન્દ્ર યાદવ ગુજરાત આવી પહોંચશે. બપોરે બંને નેતાઓ કમલમ પહોંચશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બપોરે 11 થી 2 વાગ્યા દરમિયાન ઉમેદવારી ફોર્મ ભરાશે. ભાજપના કેન્દ્રમાંથી આવનાર બંને નેતાઓ બે વાગ્યા પહેલા કમલમ પહોંચી જશે.

કોના કોના નામની ચર્ચા છે 
હાલ આંતરિક સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, OBC ચહેરાને નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે. OBCને પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ બનાવે તેવી પ્રબળ શક્યતા છે. જેમાં નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષની રેસમાં સૌથી આગળ જગદીશ વિશ્વકર્માનું નામ છે. તો સાથે જ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પણ અધ્યક્ષ બનવાની રેસમાં છે. રાજ્યસભા સાંસદ મયંક નાયક પણ નવા પ્રદેશ અધ્યક્ષની રેસમાં છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ પ્રદેશ અધ્યક્ષની રેસમાં છે. તો સૌરાષ્ટ્રના OBC નેતા બાબુ જેબલિયા પ્રદેશ અધ્યક્ષની રેસમાં છે.


Related Posts

Load more