ગુજરાત BJP ના પ્રદેશ પ્રમુખને લઈ સૌથી મોટા સમાચાર, આ સમાજના દિગ્ગજને મળી શકે જવાબદારી

By: nationgujarat
02 Oct, 2025

દેશ જ નહીં પણ દુનિયાની સૌથી મોટી પાર્ટી ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખ અંગે અટકળો તેજ થઈ ગઈ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ અંગે રાજ્યમાં કોના માથે જવાબદારી સોંપવામાં આવશે તેને લઈને રહસ્ય ઘેરાયું છે. ગુજરાતમાં પ્રદેશની જવાબદારી કોના પર મુકાઈ શકે તેના પર પણ સસ્પેન્સ છે. ત્યારે હવે આ અંગે નવી અપડેટ સામે આવી છે.

Gujarat News: છેલ્લા ઘણા મહિનાઓથી ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામને લઇને ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે અને આ સસ્પેન્સ હજુ પણ યથાવત છે. ગુજરાત ભાજપના પ્રમુખ કોણ બનશે તે વિશે આગેવાનો અને કાર્યકરોમાં ભારે ઉત્સુક્તા જોવા મળી રહી છે અને તરેહ તરેહની અટકળો પણ થઇ રહી છે ત્યારે આ મામલે હવે મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે.

આગામી દિવસોમાં નિમણૂક થઈ શકે

ભાજપના પ્રદેશ પ્રમુખના નામ અંગે ટૂંક સમયમાં જ દીલ્હી હાઈકમાન્ડ દ્વરા મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે. છેલ્લા ઘણા સમયથી ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખનુ કોકડું ગુંચવાયેલુ છે. જો કે હવે આગામી દિવસોમાં આ નિમણૂકો થઈ જશે તેવી અટકળો તેજ થઈ ગઈ છે. કોઈ મહિલા હશે કે કોણ કે પછી કોઈ નવા નામની જાહેરાત થશે. નોંધનીય છે કે, ભાજપ હંમૈશા નવા નામની જાહેરાત કરીને સૌને ચોકાવી દે છે. નોંધનીય છે કે, ગુજરાતમાં 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે.

ગમે તે ઘડીએ નવા પ્રમુખ મળી શકે

હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે, જેમાં ગમે તે ઘડીએ ગુજરાત ભાજપને નવા અધ્યક્ષ મળી શકે છે. ચૂંટણી પ્રભારીની હાજરીમાં પ્રમુખના નામની જાહેરાત થઈ શકે છે અને પ્રદેશ પ્રમુખની ચૂંટણીની તારીખ પર મહોર લાગી શકે છે. છેલ્લા 1 વર્ષથી વધુ સમયથી નવા પ્રદેશ પ્રમુખને લઈને અટકળો ચાલી રહી છે.દિવાળી પહેલા નવા પ્રદેશ પ્રમુખ મળવાની શક્યતાઓ વધી ગઈ છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કેન્દ્રીય મવડી મંડળ દ્વારા ગ્રીન સિંગલ આપવામાં આપ્યું છે. એવી પણ માહિતી સામે આવી છે કે, ગુજરાતના OBC નેતાઓ માંથી ભાજપને પ્રમુખ મળી શકે છે. ધારાસભ્ય હોય એવા જ વ્યક્તિને પ્રમુખ તરીકે પસંદ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

આ નામની પણ ચાલી રહી છે ચર્ચા

નવી પસંદગીને લઈને ચારથી પાંચ નામોની ચર્ચા ચાલી રહી છે, જેમાં જીતુ વાઘાણી, દેવુસિંહ ચૌહાણ, મયંક નાયક અને જગદીશ પંચાલ જેવા નેતાઓના નામ રેસમાં છે. જીતુ વાઘાણી અગાઉ પણ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે અને પાટીદાર તથા સૌરાષ્ટ્ર ક્ષેત્રમાંથી આવતાં હોવાને કારણે તેઓનું નામ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ, મધ્ય ગુજરાતમાંથી દેવુસિંહ ચૌહાણ અને ઉત્તર ગુજરાત તરફથી મયંક નાયક જેવા ચહેરાઓ પણ પ્રમુખપદ માટે ચર્ચામાં છે. હવે જોવાનું છે કે ભાજપ કોના પર જવાબદારી સોંપે છે.


Related Posts

Load more