રામ મોકરીયાની નવી પોસ્ટ કોને કરે છે ઇશારો ? ભાજપમા જૂથવાદ સામે આવી રહ્યો છે.

By: nationgujarat
09 Sep, 2025

રાજકોટ શહેર ભાજપમાં આંતરિક વિખવાદ ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે. રાજકોટ ભાજપમાં જૂથવાદનો મુદ્દો ફરી ઉભરી આવ્યો છે. ત્યારે ફરી એકવાર રાજકોટ ભાજપના આંતરિક રાજકારણની ચર્ચા જાગી છે. કારણ કે, રાજકોટ ભાજપના અગ્રણી નેતા અને રાજ્યસભાના સાંસદે એવી પોસ્ટ કરી છે કે ભાજપના પેટમાં તેલ રેડાય.

રાજકોટ ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમા પર પહોંચ્યો છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની સોશ્યલ મીડિયા પોસ્ટે નવી હવા જગાવી છે. ”હાલાતો સે હારને વાલા મત સમાજના, આજ હવા તેરી હૈ…કલ તુફાન હમારા હોગા!’ આ સાથે જ દિલ્હી ખાતે તમામ ગુજરાતી સાંસદો સાથે રામભાઈએ ફોટો શેર કર્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા વચ્ચે રામભાઈ મોકરીયાની તસવીર જોવા મળી. એક પોસ્ટમાં રામભાઈ મોકરીયાએ લખ્યું ”હાથી ચલે બાઝર, કૂતે ભૌકે હજાર !!” આમ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ રાજકોટ શહેર ભાજપના નેતાઓ પર નિશાન સાધ્યું છે. જોકે, આ તીર કોના તરફ ઈશારો કરે છે તે સમય આવ્યે ખબર પડશે.
ગણેશ ઉત્સવમાં પણ મોકરીયા ગેરહાજર રહ્યા 
દર વર્ષે રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજાતા ભાજપના પરંપરાગત ગણેશ મહોત્સવમાં મોટાભાગના કોર્પોરેટરો અને વરિષ્ઠ નેતાઓની ગેરહાજરી જોવા મળી હતી.  જેના કારણે જૂથવાદની અટકળોને વેગ મળ્યો છે. કુલ 68 કોર્પોરેટરોમાંથી માત્ર 10 જેટલા જ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધનસુખ ભંડેરી અને નીતિન ભારદ્વાજ જેવા અગ્રણી નેતાઓ પણ ગેરહાજર રહ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આ મામલે ગેરહાજર કોર્પોરેટરો પાસેથી ખુલાસો માગવાનું જણાવ્યું છે. શહેર દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં 68 માંથી માત્ર 10 જેટલા જ કોર્પોરેટરો હાજર રહ્યા, જ્યારે સાંસદ રામભાઈ મોકરીયા, ધનસુખ ભંડેરી અને નીતિન ભારદ્વાજ જેવા મોટા નેતાઓ પણ ગેરહાજર રહ્યા હતા. આ ગેરહાજરીને જૂથવાદના સંકેત તરીકે જોવામાં આવી રહી છે. રાજકોટ ભાજપમાં તડ અને ફડ કહેવા માટે જાણીતા અને કોઈની સાડીબાર નહી રાખનાર સાંસદ રામભાઈ મોકરીયા સંસદનું સત્ર ચાલુ હતું તે સમયે જ પુર્વ મંત્રી તથા રાજકોટ ભાજપના જૂના જોગી ગોવિંદભાઈ પટેલ દિલ્હી પહોંચ્યા હતા અને બન્ને સાથે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહને મળ્યા હતા. ગુજરાતમાં જે રીતે સંગઠન અનિર્ણાયકતા છે.તો બીજી તરફ, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાને રાજકોટ મહાનગરપાલિકા તેમજ શહેર ભાજપના સંગઠનના કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં નહીં આવે તે પ્રકારનો નિર્ણય રાજકોટ શહેર ભાજપ દ્વારા લેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતું. રામભાઈ મોકરીયાના વાણી વર્તન અંગે શહેર ભાજપમાં ફરિયાદો ઉઠ્યા બાદ આકરો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ આંતરિક સૂત્રોનું કહેવુ હતું.

Related Posts

Load more