અમદાવાદની સેવન્થ ડે સ્કુલમા વિદ્યાર્થીની હત્યા પછી વાલીઓમા ભયનો માહોલ જોવા મળ્યો છે જો કે ઘટના પછી મોટા ભાગના વાલીઓ ની માંગ હતી તે શાલા બંધ કરી દેવામાં આવે આ માટે શાળા બહાર વાલીઓએ હંગામો પણ કર્યો હતો. ઘટના એટલી ગંભીર હતી કે વાલીઓને પણ હવે પોતાના બાળકોની ચિંતા થઇ રહી છે વાલીએ શાળાએ બાળકોને મોકલવામા ડરી રહ્યા છે. ઘટના પછી અમદાવાદ કોર્પોરેશને પણ શાળાના બાઘકામ અંગે તપાસ હાથ ધરી હતી ડીઇઓએ પણ શાળાને ઘટના અંગે લેખિત મા જવાબ આપવા જણાવ્યુ હતુ .
આજે શાળાને લઇ સમાચાર આવી રહ્યા છે કે સેવન્થ ડે શાળામા વાલીઓ શાળામાથી લીવીગ સર્ટી માટે આવી મોટી સંખ્યામા વાલીઓ દોડ મુકી છે. આશરે 400 થી વધુ વાલીઓએ શાળામાથી લીવીગ સર્ટી માટે પ્રક્રિયા હથ ધરી છે તેમ સમાચાર મળી રહ્યા છે. ઘટના બન્યાના ગણતરીના દિવસોમાં જ અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ સ્કૂલમાંથી જે વાલીઓ પોતાના બાળકનું એલ સી લેવા માગતા હોય તો તેની વ્યવસ્થા કરવાની અને અન્ય સ્કૂલમાં એડમિશન મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી આપી છે. હાલ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ચાર અધિકારીઓની ટીમ સ્કૂલ પર હાજર રહ્યા છે અને વાલીઓની રજુઆતો તેમજ સ્કૂલમાંથી એડમિશન રદ કરવા અને અન્ય સ્કૂલમાં એડમિશન લેવા સુધીની વ્યવસ્થા કરી છે.
વિદ્યાર્થીની હત્યાની ઘટના પછી સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી સામે આવી હતી. સ્કૂલમાં જ્યારથી ઘટના બની છે ત્યારથી સ્કૂલ બંધ છે અને હવે સ્કૂલ ક્યારે ખુલશે, તે પણ જાણવા મળતું નથી. જેથી અમારા બાળકોની સુરક્ષા ને લઈને અને તેઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને અમે હવે આ સ્કૂલમાં બાળકોને ભણાવવા માંગતા નથી. એટલું જ નહીં અન્ય શાળાઓમાં પણ ઝડપથી એડમિશન મળી રહે તે માટેની રજૂઆત અમે અધિકારીઓને કરી છે.