અમેરિકાના ટ્રમ્પના 25 ટકા નિર્ણયની અસર ભારતના શેર માર્કેટમા જોવા મળી છે. શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારત પર 25 ટકા ટેરિફ અને વધારાના દંડની જાહેરાત કરી હતી, જેની અસર આજે ભારતીય બજારમાં જોવા મળી રહી છે. નિફ્ટી 200 પોઈન્ટથી વધુના ઘટાડા પછી ખુલ્યો, જ્યારે સેન્સેક્સ 750 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો. નિફ્ટી બેંક લગભગ 300 પોઈન્ટ, નિફ્ટી આઈટી 215 પોઈન્ટ અને એફએમસીજી 300 પોઈન્ટથી વધુ ઘટીને ટ્રેડ કરી રહ્યો હતો. રાત્રે 9.20 વાગ્યા સુધીમાં, બીએસઈ સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટીને 81,006.65 પર અને નિફ્ટી 160 પોઈન્ટ ઘટીને 24688 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીએસઈની ટોચની 30 કંપનીઓમાંથી, 26 શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો, જેમાં ટાટા મોટર્સ, આરઆઈએલ, એમ એન્ડ એમ અને ભારતી એરટેલ જેવી કંપનીઓના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો. તે જ સમયે, 4 કંપનીઓના શેરમાં વધારો જોવા મળ્યો, જેમાં સૌથી મોટો ઉછાળો ઝોમેટોમાં જોવા મળ્યો.