અમદવાદ માં વરસાદી તાંડવ ન્યુઝ : અમદાવાદ માં રવિવારે વહેલી સવાર થી વરુણદેવ એ તાંડવ કરતા , અમદાવાદ નો પૂર્વ તેમજ પશ્ચિમ વિસ્તાર બેટ માં ફેરવાયો હતો, અમદાવાદ પૂર્વ માં આવેલા નિકોલ , રામોલ જશોદાનગર , વટવા , ઘોડાસર , ઇસનપુર , ગોર ના કુવા , મણિનગર , નારોલ સહીત ઘણા વિસ્તાર માં આજે સવાર થી પડેલા ધોધમાર વરસાદ થી મુખ્ય હાઇવે રોડ સહીત ઘણી સોસાયટીઓ પાણી પાણી થઇ હતી .
આજે વરસેલા 5 ઇંચ જેટલા ધોધમાર વરસાદ થી નારોલ ટર્નિંગ થી વટવા બીવી તળાવ ચાર રસ્તા તરફ ના રોડ પર આવેલી અગ્રેસન સ્કૂલ ની સામેની બાજુ ગલી માં તેમજ સ્કૂલ ની સામે થી પસાર થતા રોડ પાર પુષ્કળ પાણી ભરાયું હતું. ઘણા વાહનો બંધ પડી ગયેલા જોવા મળ્યા હતા.
વટવાગામ થી બચુ ભાઈ કુવા રોડ પર આવેલા “મહાલક્ષ્મી તળાવ” ઓવરફ્લો થતા તેનું પાણી રોડ પર ફેલાતા રોડ જાણે દરિયો બન્યો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા . ભારે વરસાદ થી સીઝન માં બીજી વખત ગઈકાલે એટલે કે રવિવાર ના રોજ “મહાલક્ષ્મી તળાવ ” ફરી ઓવરફ્લો થતા સામે આવેલી અમર ટેનામેન્ટ્સ આગળ રસ્તો બેટ માં ફેરવાયો હોય એવું જોવા મળ્યું હતું .
અમદાવાદ ના નરોડા થી નારોલ હાઇવે રોડ પર ઇસનપુર બ્રિજ થી નારોલ હાઇવે ચાર રસ્તા તરફ ના રોડ પર ભી આજે સવારે પડેલા તોફાની વરસાદ થી રોડ જળ મગ્ન બન્યો હતો , મોની હોટેલ આગળ તેમજ મુકેશ ઇન્ડસ્ટ્રીઝ આગળ તેમજ બાજુ ની ગલી માં પુષ્કળ પાણી ભરાતા ઘણા વાહનો બંધ પડી ગયા હતા.
જશોદાનગર હાઇવે બ્રિજ નીચે ગોરના કુવા વિસ્તાર માં આવેલી શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તેમજ એની પાછળ આવેલ સત્યનારાયણ નામ ની સોસાયટી માં વાહનો પાણી માં ગરકાવ થયા હતા. તેમજ કેનાલ ની નજીક માં આવેલી વિજયપાર્ક સોસાયટી ની અંદર તેમજ મુખ્ય રોડ પર ખુબ પાણી ભરાયું હતું.
એવી રીતે અમદાવાદ ના મણિનગર ના જવાહરચૉક ચાર રસ્તા થી ભૈરવનાથ ચાર રસ્તા પર આવેલી પ્રખ્યાત એવી રાજકમલ બેકરી આગળ બી.આર.ટી. એસ ના રોડ પર પુષ્કળ પાણી ભરાતાં એ. એમ.ટી.એસ સઁચાસલિત બસ તેમજ બી.આર.ટી. એસ બસ ફસાઈ હતી, મુસાફરો પરેશાન થયા હતાં .અમદાવાદ ના મણિનગર વિસ્તાર માં આવેલા ગોપાલ કુંજ વિસ્તાર માં તો કેડ સમાં પાણી ભરાયા હતાં . અમુક સોસાયટી ના ઘર માં ભી પાણી પ્રવેશ્યું હતું , સ્થાનિક રહેવાસી ને જવા આવવામાં ખુબ તકલીફ નો સામનો કરવો પડ્યો હતો.