Delhi pauses fuel ban on old vehicles: નવી દિલ્હીમાં 1 જુલાઈથી લાગુ એન્ડ ઓફ લાઈફ વ્હિકલ (ELV) પોલિસી હેઠળ વાહનોને બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચ્યો છે. દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ સિરસાએ નવી દિલ્હીમાં લાગુ કરવામાં આવેલા ELV નિયમ મુદ્દે પ્રદુષણ વિભાગના CAQM (Commission for Air Quality Management)ને ઔપચારિક પત્ર લખી તેની પ્રમુખ ખામીઓ ઉજાગર કરી તેને પાછો ખેંચવાનો નિર્ણય જણાવ્યો હતો. જેથી આ નિયમની પુનઃસમીક્ષા કરવાની માગ ઉભી થઈ છે.
દિલ્હીમાં આ નિયમ લાગુ કરવો અસંભવ
સરકારે જણાવ્યું કે, વર્તમાનમાં દિલ્હીમાં આ નિયમ લાગુ કરવો અસંભવ છે. કારણકે, પ્રજાને તેનાથી હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વ્યવહારિક ધોરણે પડકારો નડી રહ્યા હોવાથી જ્યાં સુધી સમગ્ર NCRમાં આ નિયમ સમાન રૂપે લાગુ નહીં થાય ત્યાં સુધી દિલ્હીમાં તેનો અમલ કરાશે નહીં. જેથી હવે 15 વર્ષ જૂના વાહનોને ફરી પેટ્રોલ-ડિઝલ મળશે. રાજ્ય સરકારે આ નિયમ હેઠળ 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ લાદતા પેટ્રોલ-ડિઝલ આપવાનો મનાઈ કરતો હુકમ રજૂ કર્યો હતો.
પ્રદુષણ ઘટાડવા લાદી હતી પોલિસી
પ્રદુષણ ઘટાડવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે 10 વર્ષ જૂના ડીઝલ તેમજ 15 વર્ષ જૂના સીએનજી અને પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકતી પોલિસી જાહેર કરી હતી. જે અંતર્ગત આ વાહનોને પેટ્રોલ-ડીઝલ કે ગેસ આપવાની મનાઈ કરવામાં આવી હતી. જો કે, પોલિસીમાં અનેક ખામીઓ હોવાની ફરિયાદો તેમજ સ્થાનિકોને પડી રહેલી હાલાકીને ધ્યાનમાં લેતાં તેને રદ કરવા નિર્ણય લીધો છે.
દિલ્હી સરકારની નવી પોલિસીના નિયમો
- 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ-CNG વાહનોની ઓળખ કરી તેને ફરિજ્યાતપણે સ્ક્રેપમાં મોકલવાનો હતો નિર્ણય
- 400 પેટ્રોલ પંપ પર ANPR કેમેરાની મદદથી જૂના વાહનોની ઓળખ કરી ઈંધણ ન આપવા જાહેર કર્યો હતો હુકમ
- 200 ટીમો તૈનાત કરાઈ
- ફોર-વ્હીલર માટે રૂ.10 હજાર, ટુ-વ્હીલર માટે રૂ.5 હજારનો ખર્ચે + સ્ક્રેપિંગ ફીસ
- પહેલા જ દિવસે 12 કાર, 67 ટુ-વ્હીલર જપ્ત કરાયા