ગુજરાતમાં પશુપાલકનો ઉદ્યોગ ખૂબ વિકસીત થઇ રહ્યો છે. પશુપાલકોમા ગાય,ભેંસ,બળદ ની સારસંભાળ કરી તેમની માવજતથી પશુ માલિકો ડેરી ઉદ્યોગને દૂધ પહોંચાડી ખૂબ મોટી કમાણી કરી રહ્યા છે, પશુપાલકો માટે હવે તેમના પશુઓના વિમા માટે રાહતના સમાચાર આવ્યા છે કે તેઓ માત્ર 100 રૂપિયામાં ગાય અને ભેંસના વિમો ઉતારવી શકશે. પશુપલાકોએ 100 રૂપિયા ચૂકવવાના રહેશે બાકીની રકમ સરકાર ચૂકવશે. વિમો લેવાશી પશુઓના આકસ્મિક મોત નિપજે તો 40 હજાર રૂપિયાનું વળતર મળવા પાત્ર રહેશે,
દક્ષિણ ગુજરાતમાં પશુઓના મૃતાકનો સરેરાશ 7 થી 10 ટકાનો છે. પરંતુ ચૌકવાનારી વાત એ છે કે સુરત-તાપીમાં જેવા સિટીમાં 6 લાખ પશુઓ સામે માત્ર 30 હજાર પશુઓનો જ વિમો છે. સરકારની આ સહાય થી પશુપાલકો તેમના પશુઓનો વિમો ઉતારાવે અને જો આકસ્મિક નિધન થાય તો 40 હજારનુ વળતર ની સહાય તેમને મળે તો તેનાથી બીજા પશુની ખરીદી કરી શકે તે લાભ તેમને ચોક્કસ થાય હવે તમને એ પણ જણવી દઇએ કે રાજય સરકારએ આઇસીઆઇસીઆઇ બેંક પાસે પશુવિમાનો કરાર કર્યો છે.
આ રીતે મેળવો પશુવિમો
આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવી
10 પશુઓ સુધી વિમો લેવાશે જે ફકત 3 થી 5 વર્ષના હોવા જોઇએ
100 રૂપિયાની ચૂકવણી કરીને રસીદ અને વિમાની કોપી મેળવી શકાશે.
પશુઓના આકસ્મિક મોત થતા 40 હજારની સહાય મળવા પાત્ર રહેશે,