FasTag Rule Change:હાઈવે પર વાહન ચલાવતા પહેલા જાણી લો ફાસ્ટેગનો આ નવો નિયમ, નહીં તો ચૂકવવા પડશે ડબલ પૈસા.

By: nationgujarat
14 Feb, 2025

હાઇવે અથવા એક્સપ્રેસ વે પર ડ્રાઇવિંગ કરતા લોકો માટે એક મોટા સમાચાર છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે જેમાં નવા ફાસટેગ નિયમ વિશે માહિતી આપવામાં આવી છે. NPCI એ ફાસ્ટેગ બેલેન્સ માન્યતા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે અને આ ફેરફાર દરેક યુઝરને અસર કરશે જેમની કારમાં ફાસ્ટેગ ઇન્સ્ટોલ કરેલ છે. નવા નિયમની તમને કેવી અસર થશે તે જાણવું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા જારી કરાયેલા પરિપત્ર મુજબ, ફાસ્ટેગ સંબંધિત નવો નિયમ 17 ફેબ્રુઆરી 2025થી અમલમાં આવશે. જો તમે ફાસ્ટેગ સંબંધિત નવા નિયમોની અવગણના કરો છો, તો તમારે કોડ 176નો સામનો કરવો પડી શકે છે. સાદી ભાષામાં, કોડ 176નો અર્થ છે ફાસ્ટેગ દ્વારા ચુકવણીમાં અસ્વીકાર અથવા ભૂલ.

શું છે ફાસ્ટેગનો નવો નિયમ?
NPCI સર્ક્યુલરમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, જો ફાસ્ટેગ ટોલ પર વાંચવાની 60 મિનિટ પહેલા ફાસ્ટેગ બ્લેકલિસ્ટ કરવામાં આવે છે, તો ટોલ પ્લાઝા પર ચુકવણી કરવામાં આવશે નહીં. એટલું જ નહીં, જો ફાસ્ટેગ વાંચ્યાની 10 મિનિટ પછી પણ બ્લેકલિસ્ટ કરવામાં આવશે તો ટોલ પ્લાઝા પર પેમેન્ટ રિજેક્ટ કરવામાં આવશે.

મતલબ કે ફાસ્ટેગ સ્ટેટસ પર 70 મિનિટની કેપ લગાવવામાં આવી રહી છે, જો તમે સરળ ભાષામાં સમજીએ તો, કેટલાક લોકો ફાસ્ટેગના આગમન પહેલા જ રિચાર્જ કરે છે, પરંતુ હવે ફાસ્ટેગને છેલ્લી ઘડીએ રિચાર્જ કરવાથી કંઈ થશે નહીં.

ટોલ ટેક્સ બમણો થશે
આ સ્થિતિમાં, જો ટોલ પ્લાઝા પર ચુકવણી નકારી કાઢવામાં આવે છે, તો તમારે ડબલ ટોલ ચૂકવવો પડશે. જો તમે ડબલ ટોલ ચૂકવવાનું ટાળવા માંગતા હો, તો ઘર છોડતા પહેલા ફાસ્ટેગ રિચાર્જ કરો અને એ પણ પ્રયાસ કરો કે ફાસ્ટેગ બ્લેકલિસ્ટ ન થાય.

FasTag બ્લેકલિસ્ટ શું છે?
ફાસ્ટેગ બ્લેકલિસ્ટ થવાનો અર્થ છે કે તમારું કાર્ડ સસ્પેન્ડ અથવા નિષ્ક્રિય કરવામાં આવ્યું છે. બ્લેકલિસ્ટ થવાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ સૌથી મોટું અને મુખ્ય કારણ ઓછું બેલેન્સ છે.


Related Posts

Load more