હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

By: nationgujarat
20 Dec, 2024

Om Prakash Chautala Death: હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાનું આજે સવારે નિધન થઈ ગયું. તેમણે 89 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ ભારતીય રાષ્ટ્રીય લોકદળ તરફથી હરિયાણાના 7માં મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેઓ ભારતના છઠ્ઠા નાયબ વડાપ્રધાન ચૌધરી દેવીલાલના પુત્ર હતા. તેઓ ભારતીય રાષ્ટ્રીય લોક દળ(ઈનેલો)ના અધ્યક્ષ હતાં.

અપ્રમાણસર સંપત્તિના કેસમાં ફસાયા હતા 

સીબીઆઈ કોર્ટે 27 મે 2022માં 16 વર્ષ જૂના અપ્રમાણસર સંપત્તિના કેસમાં ચૌટાલાએ ચાર વર્ષની જેલની સજા ફટકારી હતી. વધુમાં દિલ્હીની સીબીઆઈ કોર્ટે તેમને 50 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ સજા સાથે ચૌટાલા 87 વર્ષની વયે દિલ્હીની તિહાર જેલના સૌથી વૃદ્ધ કેદી બન્યા હતા.જૂન 2008માં ઓપી ચૌટાલા અને અન્ય 53 સામે હરિયાણા રાજ્યમાં 1999-2000 દરમિયાન 3,206 જુનિયર બેઝિક શિક્ષકોની નિમણૂકના સંબંધમાં આરોપ મૂકવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2013માં નવી દિલ્હીની કોર્ટે ચૌટાલા અને તેમના પુત્ર અજય સિંહ ચૌટાલાને IPC અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ દસ વર્ષની જેલની સજા ફટકારી હતી. ચૌટાલાને 3,000 થી વધુ અયોગ્ય શિક્ષકોની ગેરકાયદેસર ભરતી કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા. તેમની સજા દિલ્હી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે યથાવત રાખી હતી.


Related Posts

Load more