ગિરનાર પર ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ, યાત્રિકોની સલામતી માટે લેવાયો નિર્ણય

By: nationgujarat
13 Dec, 2024

Ropeway Service Closed in Girnar: ગુજરાતમાં પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધી રહ્યું છે. ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવાના કારણે રોપ-વે સેવા હાલમાં બંધ કરાઈ છે, તેમજ 4 દિવસથી ભારે પવનના કારણે રોપ-વેના સંચાલન પર તેની અસર પડી રહી છે. જ્યારે પવનની ગતિ સ્થિર થતાં રોપ-વેની સેવા ફરી શરૂ કરવામાં આવશે.

યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો

ગિરનાર શિખર પર 50-54 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય છે. જેના કારણે કોઇ દુર્ઘટના ન ઘટે તે માટે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે જૂનાગઢ શહેરમાં તાપમાનમાં અણધારી અને અસામાન્ય વધઘટ થઈ રહી છે. ગુરૂવારે (12મી ડિસેમ્બર) એક જ દિવસમાં લઘુતમ તાપમાનમાં 8.2 ડિગ્રીનો વધારો થયો છે. જો કે બર્ફીલા પવનના કારણે ઠંડીનું જોર યથાવત છે. જેથી માર્ગો પર વહેલી સવારે અને મધરાત્રે લોકોની અવરજવર ઓછી જોવા મળી રહી છે.


Related Posts

Load more