લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. પરંતુ સૌથી મોટો સવાલ છે કે આરોગ્ય મંત્રી અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ છે ક્યાં? અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલના મોટા મોટા કાંડ સામે આવી રહ્યાં હોવા છતાં આરોગ્ય વિભાગના પેટનું પાણી હાલતું નથી. ત્યારે આ મામલે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ નિષ્ક્રીય દેખાતા આ તપાસમાં કેન્દ્ર સરકારની ટીમ કૂદી છે. સવાલ છે કે, ગુજરાતમાં કેમ આવા મોટા કાંડ મામલે સરકાર કંઈ બોલતી નથી અને કંઈ કરતી નથી, જેથી ભારત સરકારને દિલ્હીથી ટીમ મોકલવી પડી.
કેન્દ્ર સરકારે દિલ્હીથી ગાંધીનગર મોકલી ટીમ
મેડિકલ ચેક-અપ કેમ્પ યોજી દર્દ ન હોય તેવા સાજા નાગરીકોને દર્દી બનાવી, PMJAYમાંથી લાખો રૂપિયા ઉલેચી થયેલા કારોબારમાં ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આટલા મોટા જઘન્ય અપરાધમાં આંતરીક તપાસ ન કરતા છેવટે ભારત સરકારે દિલ્હીથી સેક્રેટરી સહિતની ટીમ ગાંધીનગર મોકલી છે. ઘટનાક્રમ જાણી ભારત સરકારના અધિકારીઓની ટીમ ચોંકી ઉઠી છે. સોમવારે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગના PMJAY યુનિટ, રાજ્ય આરોગ્ય સત્તામંડળ- SHA અને ઈન્સ્યોરન્સ કંપનીના ડોક્યુમેન્ટ વેરિફિકેશન યુનિટની સાથે દિલ્હીથી આવેલી ટીમે બેઠક યોજી હતી. તો સવાલ એ છે કે શું હવે દિલ્હીથી આ કૌભાંડની તપાસ થશે. ગુજરાત સરકાર આ મામલે કોઈ નક્કર તપાસ કરી નથી રહી તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
આરોગ્ય વિભાગની લાલિયાવાડી
બીજી તરફ, આરોગ્ય વિભાગમાં ચાલતી લાલિયાવાડીની CMOએ ગંભીર નોંધ લીધી હોવાનું સામે આવ્યું છે. જેથી મુખ્યમંત્રીના સલાહકાર હસમુખ અઢિયાએ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આરોગ્ય વિભાગના અગ્રસચિવ, કમિશ્નર, NHMના ડાયરેક્ટર અને PMJAYના તમામ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. હાલમાં ચાલી રહેલા વિવિધ ગોટાળા અંગે હસમુખ અઢિયાએ અધિકારીઓ પાસેથી મેળવી માહિતી. તો આરોગ્યની વિવિધ યોજનાઓની પ્રગતિલક્ષી કામગીરી અંગે આયોજનની પણ સમીક્ષા કરી. PMJAY યોજના, RBSK યોજના, 108 સુવિધા, નામો શ્રી યોજના અને હાઈ રિસ્ક પ્રેગનેટ મહિલા અંગેની યોજનાની બેઠકમાં ચર્ચા થઈ. આરોગ્યની વિવિધ યોજનાના ગોટાળા અંગે રિપોર્ટ તૈયાર કરી CMOમા આપવા સૂચના આપી છે. સવાલ એ છે કે, આ બધું દિલ્હીની ટીમની એન્ટ્રી બાદ થયું છે.
7 આરોપીની ધરપકડ
ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીના મોત અને કૌભાંડ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 7 આરોપી ની ધરપકડ કરી રહી છે. 7 આરોપી પૈકી આરોપી ડોક્ટર સંજય પટોળીયા રિમાન્ડ પર છે. આરોપી ડોક્ટર સંજય પટોળીયા અને સીએને સાથે રાખીને ખ્યાતિ હોસ્પિટલ લઈ જઈને તપાસ કરવામાં આવી હતી. ખ્યાતિ હોસ્પિટલમાં આરોપી ડોક્ટર સંજય પટોળીયા 39 ટકાનો ભાગીદાર છે.
કોંગ્રસનો આક્ષેપ, આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બન્યું
મહેસાણાના નસબંધી ઓપરેશનનો મામલો બહાર આવ્યા બાદ પ્રદેશ કોંગ્રેસની આકરી પ્રતિક્રિયા સામે આવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આક્ષેપ કરતા કહ્યું કે, મહેસાણા નસબંધી કાંડમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યાં છે. નસબંધી માટે ટાર્ગેટ અપાય છે, પણ આરોગ્ય મંત્રી ના પાડે છે. આરોગ્યમંત્રીના જુઠ્ઠાણાનો પદાર્ફાશ તાલુકા આરોગ્ય અધિકારીનો પત્ર કરે છે. મજૂરીની લાલચમાં બે યુવકોની નસબંધી કરી દેવાયા. અપરિણિત યુવકની નસબંધી કરવાની ગંભીર ઘટના સામે આવી છે. ભાજપ સરકારમાં આરોગ્ય વિભાગ ભ્રષ્ટાચારનું એ.પી. સેન્ટર બન્યું છે. કોરોના જેવી મહામારીના સમયમાં પણ મોટા પાયે ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર થયો હતો. નકલી રેમડીસીવર ઈન્જેક્શન સહિત નકલી વેન્ટીલેટરે અનેક જીવનને જોખમમાં મૂક્યા હતા. તાજેતરમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ ખ્યાતિ કાંડમાં બે નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા. આયુષ્યમાન કાર્ડ હેઠળ રાજ્યમાં અનેક ખાનગી હોસ્પિટલો ભાજપા સરકારની સાંઠગાંઠથી ભ્રષ્ટાચાર કરી રહી છે. કાંડ અને કૌભાંડ એ ભાજપા સરકારની વિશિષ્ટ સિદ્ધિ છે.
ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનનો મામલે ડો.સંજય પટોડિયાની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. હોસ્પિટલે નાણાકીય ભંડોળને અલગ અલગ દર્શાવી ૧.૫૦ કરોડની ખોટ દર્શાવી હતી. ઓડિટ રિપોર્ટમાં ગોટાળો કરી આર્થિક લાભ મેળવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષના ખ્યાતિ હોસ્પિટલમાં ૮૫૩૪ દર્દીઓ સારવાર માટે આવ્યા હતા. જેમાંથી ૩૮૪૨ દર્દીઓ સરકારી યોજના હેઠળ સારવાર કરાવી છે. અત્યાર સુધી હોસ્પિટલ્સમાં ૧૧૨ દર્દીઓના મોત નિપજ્યા છે. ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું કે, ખ્યાતિની તપાસ માટે મેડિકલ એક્સપર્ટની સલાહ લેવામાં આવશે. pmjay માં ટેન્ડર પ્રક્રિયાથી વીમા કંપની નક્કી કરવામાં આવતી હોય છે. આ વર્ષે બજાજ એલિયન્સ કંપની વીમા પ્રક્રિયા કરતી હતી. pmjay અને બજાજના કર્મચારીઓની તપાસ ચાલી રહી છે. pmjay યોજનાનો ગેરલાભ કેટલા લોકોએ લીધો છે તેની પણ તપાસ કરવામાં આવશે. pmjay યોજનાનો લાભ લેનાર દર્દીના ક્લેઈમ બજાજ દ્વારા તપાસ કરવામાં આવે છે.