દિપીકા આપઘાત કેસ: BJPના બે કોર્પોરેટરે કરોડોની કમાણી માટે રોકાણ કરાવ્યું હોવાની ચર્ચા

By: nationgujarat
09 Dec, 2024

Surat BJP Leader Suicide Case: સુરતમાં ભાજપ મહિલા મોરચાનાં વોર્ડ પ્રમુખ દિપીકા પટેલ આપઘાત કેસમાં ભાજપના કોર્પોરેટર ચિરાગ પટેલ સામે આંગળી ચિંધાઈ રહી છે, ત્યારે પોલીસને છાશ ફૂંકી ફૂંકીને પીવાનો વખત આવ્યો છે. એક અઠવાડિયું વિતી ચૂક્યું હોવા છતાં આપઘાતના રહસ્ય ઉપરથી હજી સુધી પડદો ઉંચકાયો નથી. સમય પસાર કરી ઘીના ઠામમાં ઘી ભેળવી દેવા હલચલ થઈ રહી હોય કાંઠા વિસ્તારના રહીશોમાં આક્રોશ છવાયો છે. નદી કિનારે આવેલી જમીનમાં ભાજપના બે કોર્પોરેટરોએ દિપીકાને વિશ્વાસમાં લઈ કરાવેલું કરોડોનું રોકાણ ડબ્બો થઈ જતાં છેલ્લા કેટલાક સમયથી માથાકૂટ ચાલી રહી હતી. કોર્પોરેટરોએ રોકાણના નામે ભગવાધારીઓને આપેલી તગડી રકમ પરત આવી શકે તેમ નહીં હોવાનું જાણી દિપીકા હતાશ રહેતી હોવાનું કાંઠા વિસ્તારમાં ચર્ચાઇ રહ્યું છે.

શું છે સમગ્ર મામલો?

સુરતના સચીન વોર્ડ નં. 30ના ભાજપના મહિલા મોરચાના પ્રમુખ દિપીકા પટેલે અઠવાડિયા પહેલા ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેણીએ એકાએક ભરેલા આત્યંતિક પગલાં પાછળ કોર્પોરેટર ચિરાગ પટેલના માથે માછલાં ધોવાઈ રહ્યાં છે. ચિરાગ સાથે કોઈને કોઈક કારણોસર અણબનાવ ચાલી રહ્યો હોવાનો સૂર ઊઠ્યો છે. જેને પગલે હતાશ થઈ દિપીકાએ ફાંસો ખાઈ લીધો હતો. દિપીકા અને ચિરાગની મિત્રતા અંગે થઈ રહેલી ચર્ચા વચ્ચે કાંઠા વિસ્તારમાં આ કેસ સંબંધિત વધુ એક ચર્ચા લોકમુખે શરૂ થઈ છે. થોડા મહિનાઓ અગાઉ ભાજપના બે કોર્પોરેટરોએ રાતોરાત કરોડો રૂપિયા કમાઈ લેવા નદી કિનારે આવેલી જમીનમાં રોકાણ કરવાનું નક્કી કર્યું હતું. નદી કિનારે આવેલી જમીન ઉપર મંદિર બનાવવા માટે ભગવાધારીએ જમીન ખરીદવા તૈયારી દર્શઆવી હતી. બીજીતરફ જમીન માલિક પણ તેમની જમીન વેચવા માટે તૈયાર છે. આ જમીનમાં રોકાણ કરવાથી સમયના ટૂંકાગાળામાં જ મોટી રકમનો નફો મળશે એવું જાણી ભાજપના કોર્પોરેટરો પણ લલચાયા હતા. ભગવાધારી સાથે મળી ભાજપના કોર્પોરેટરોએ આ જમીનમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. પ્રારંભિક ધોરણે મોટી આર્થિક લેવડદેવડ બાદ ભગવાધારીએ સોદાની રકમ આપવામાં આડોડાઈ શરૂ કરી હતી. આ રકમ ફસાઈ જતાં દિપીકાએ કોર્પોરેટરો પાસે ઉઘરાણી શરૂ કરી હતી. બંને કોર્પોરેટરો તેણીને ઊઠા ભણાવી રહ્યાં હોય બંને પક્ષે ભાંજગડ ચાલી રહી હતી. આ માથાકૂટને કારણે દિપીકા હતાશ રહેતી હતી.

બીજીતરફ જમીન માલિક પણ તેમની જમીન વેચવા માટે તૈયાર છે. આ જમીનમાં રોકાણ કરવાથી સમયના ટૂંકાગાળામાં જ મોટી રકમનો નફો મળશે એવું જાણી ભાજપના કોર્પોરેટરો પણ લલચાયા હતા. ભગવાધારી સાથે મળી ભાજપના કોર્પોરેટરોએ આ જમીનમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. પ્રારંભિક ધોરણે મોટી આર્થિક લેવડદેવડ બાદ ભગવાધારીએ સોદાની રકમ આપવામાં આડોડાઈ શરૂ કરી હતી. આ રકમ ફસાઈ જતાં દિપીકાએ કોર્પોરેટરો પાસે ઉઘરાણી શરૂ કરી હતી. બંને કોર્પોરેટરો તેણીને ઊઠા ભણાવી રહ્યાં હોય બંને પક્ષે ભાંજગડ ચાલી રહી હતી. આ માથાકૂટને કારણે દિપીકા હતાશ રહેતી હતી.


Related Posts

Load more