How To Heal Cracked Heels: શિયાળાની ઋતુમાં સ્કિન ડ્રાય થવી અને ફાટી જવી એ એક સામાન્ય સમસ્યા છે. એમાં પણ ઠંડી હવા અને હવામાં ભેજનું પ્રમાણ ઓછું હોવાથી પગની ત્વચા પણ નબળી પડી જાય છે, જેના કારણે એડી ફાટી જાય છે. આનાથી દુખાવો તો થાય જ છે સાથે સાથે દે દેખાવમાં પણ ખૂબ જ ખરાબ લાગે છે. પરંતુ આનાથી ગભરાવાની જરૂર નથી, શિયાળામાં ફાટી ગયેલી એડીને દૂર કરવા માટે કેટલીક સરળ અને અસરકારક ટિપ્સ છે, જેની માત્ર 15 દિવસમાં જ અસર દેખાશે.
તેલથી માલિશ કરો
શિયાળામાં સ્કિનને હાઇડ્રેશન ઓછું મળતું હોવાથી તે જલ્દી ફાટી જાય છે. તેનાથી બચવા માટે તમે નાળિયેર તેલ, ઓલિવ ઓઇલ અથવા એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો, આ તેલમાં કુદરતી મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, જે ત્વચાને પોષણ આપે છે.
રોજ મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો
શિયાળામાં સ્કિન જલ્દી ડ્રાય થઈ જાય છે. તેનાથી બચવા રોજ સારા મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો. જે ફાટેલી એડીને હાઇડ્રેટ કરવામાં મદદરૂપ સાબિત થાય છે.
ફાટેલી એડી માટે હની પેક
મધ એ કુદરતી હ્યુમેક્ટન્ટ છે, જે ત્વચામાં ભેજ જાળવી રાખે છે, ફાટેલી એડી પર મધ લગાવો અને તેને 10-15 મિનિટ માટે રહેવા દો, પછી હુંફાળા પાણીથી ધોઈ લો. મધ એડીને નરમ બનાવે છે અને તેમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે ઇન્ફેકશન સામે પણ રક્ષણ આપે છે.