બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ જાહેર થશે. આવતીકાલે એટલે કે 23 નવેમ્બરે શહેરની જગાણા એન્જિનિયરિંગ કોલેજમાં શનિવારે 23 રાઉન્ડમાં મતગણતરી યોજાશે.બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આવતીકાલે પરિણામ આવશે, આવતીકાલે 23 નવેમ્બરે મત ગણતરી યોજાશે. 23 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. ત્યારે જોવાનું એ રહેશે કે આવતીકાલે યોજાનારી મતગણતરી બાદ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોણ બાજી મારી જાય છે. કોણ બનશે વાવના નવા ધારાસભ્ય તેનો આવતીકાલે ફેંસલો આવી જશે.
થયું હતું 70.54% જેટલું મતદાન
બનાસકાંઠા વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું 13 નવેમ્બરે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં 70.54% જેટલું મતદાન થયું હતું અને મતદાન બાદ તમામ ઇવીએમ મશીનને પાલનપુર જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાખવામાં આવ્યા હતા. જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે એસઆરપી બીએસએફ અને પોલીસની નિગરાની હેઠળ આ તમામ ઇવીએમ મશીન રાખવામાં આવ્યા હતા.
ભાજપ-કોંગ્રેસ અને અપક્ષના માવજી પટેલ વચ્ચે ત્રિપાંખીયો જંગ
જોકે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયા જંગને લઈને ચૂંટણીનો રંગ જામ્યો હતો. આ ત્રિપાંખીયા જંગમાં અનેક દિગ્ગજ નેતાઓએ સભાઓ ગજવી હતી. ભાજપના સ્વરૂપજી ઠાકોર મેદાનમાં હતા તો કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત મેદાનમાં હતા. તો બીજી તરફ અપક્ષ ઉમેદવાર તરીકે માવજી પટેલ પણ મેદાનમાં હતા અને ત્યારે આ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો રંગ જામ્યો હતો અને જાતીય સમીકરણ ઉપર સમગ્ર ચૂંટણી લડાઈ હતી.
10 ઉમેદવારોના ભાવિનો નિર્ણય હાલ EVMમાં કેદ
મુખ્ય મંત્રી સહિત અનેક મંત્રીઓ ભાજપ માટે પ્રચારમાં ઉતર્યા હતા. તો કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ સહિત કેન્દ્રીય નેતાઓ પણ સભાઓ ગજવી હતી. તો અપક્ષ ઉમેદવાર માવજી પટેલે પણ મતદારોને રીઝવવા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. ત્યારે આવતીકાલે એટલે કે 23 નવેમ્બરે મત ગણતરી યોજાશે. 23 રાઉન્ડમાં મતગણતરી યોજાશે. હાલ ચૂંટણીના 10 ઉમેદવારોના ભાવિનો નિર્ણય EVMમાં કેદ છે.મહત્ત્વનું છે વાવ બેઠકની સીટ જીતવા માટે તમામ ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. જેમાં સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના માવજી પટેલ વચ્ચે જંગ જામ્યો હતો. ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા પણ ચૂંટણી પ્રચાર કરાયો હતો. હવે આવતી કાલે તમામ પક્ષોએ કરેલી મહેનતનું પરિણામ જાહેર થશે.