Kitchen Hacks: જ્યારે વાતાવરણ ઠંડુ થવા લાગે છે, ત્યારે ટાંકીનું પાણી પણ ઠંડું થઈ જાય છે. મોટર ચાલુ કરીને પાણી પીવામાં આવે તો પણ પાણી એટલું ઠંડુ થઈ જાય છે કે હાથ ધ્રૂજવા લાગે છે. આવી સ્થિતિમાં મહિલાઓને ઘરના કામ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કપડાં અને વાસણો ધોવા (Washing Dishes) એ પણ એવાં કામ છે જે શિયાળામાં બહુ મુશ્કેલ લાગે છે. છે. ઠંડીમાં જ્યાસે વાસણ ધોવા માટે પાણીમાં હાથ નાખવો પડે છે જ્યારે લોકોના હાથ ધ્રૂજવા લાગે છે. જો તમે પણ આ સમસ્યાથી બચવા માગો છો તો તમારે કેટલાક હેક્સ જરૂર ફોલો કરવા જોઇએ. શિયાળામાં આ ટિપ્સ તમારા કામને ખૂબ જ સરળ બનાવી શકે છે. ચાલો જાણીએ કેવી રીતે.
વાસણો પલાળી રાખો
વાસણો ધોવાનું કામ ઝડપથી પૂરું કરવા માટે, ચીકણા અને શાકવાળા વાસણોને પાણીમાં પલાળી રાખો. ભોજન કર્યા પછી પરિવારના સભ્યો ઉઠે કે તરત જ તેમના વાસણોમાં પાણી નાખીને અલગ રાખો. આ પછી, જ્યારે તમે વાસણો ધોશો, ત્યારે વાસણોમાંથી ગંદકી ઝડપથી દૂર થઈ જશે અને તમારે તમારા હાથને લાંબા સમય સુધી પાણીમાં રાખવાની જરૂર નથી.
ગીઝરમાંથી પાણી લો
વધારે નહીં, પરંતુ જો ઠંડા પાણીમાં એક ડોલ ભરીને ગરમ પાણી (Hot Water) નાખીને વાસણો ધોવામાં આવે તો પાણી બરફ જેવું ઠંડુ લાગતું નથી અને વાસણો પણ સરળતાથી સાફ થવા લાગે છે. આ ઉપરાંત વહેતા પાણીથી વાસણો ધોવાને બદલે ટબને બાજુ પર રાખીને જૂની રીતથી વાસણો ધોઈ શકાય છે.
હેન્ડલવાળા બ્રશનો ઉપયોગ કરો
તમારા હાથને લાંબા સમય સુધી પાણીમાં ન રાખવા હોય તો, વાસણોને હેન્ડલવાળા બ્રશથી ધોઈ શકાય છે. તમે બ્રશ પર સાબુ લગાવીને વાસણોને ઘસી શકો છો અને પછી વાસણોને ધોઈને કામ પૂરું કરી શકો છો.
સાઇઝ પ્રમાણે વાસણો વહેંચો
પહેલા મોટા વાસણોને ધોઈને કાઢી લો અને પછી નાના વાસણોને ઝડપથી ધોઈ લો. વાસણોને (Utensils) મિક્સ કરીને ધોવામાં વધુ સમય લાગે છે અને સિંકમાં વાસણોનો પહાડ બનવા લાગે છે. વાસણોને બે ભાગમાં વહેંચીને ધોવાથી વધુ ફાયદો થાય છે.
પહેરી શકો છો ગ્લવ્સ
વાસણ ધોવાના ગ્લવ્સ બજારમાં મળે છે જે ખરીદીને વાપરી શકાય છે. ગ્લવ્ઝ વડે વાસણો ધોવામાં સરળતા રહે છે એટલું જ નહીં, તે હાથ પર ઠંડું પાણી નહીં લાગે, હાથ ડ્રાય થતા નથી, ઠંડીને કારણે ધ્રૂજતા નથી અને સાથે જ વાસણોને કારણે કપાતા કે ફાટી જતા નથી.