અમે 1000 દિવસથી યુદ્ધ કરી રહ્યા છીએ અને તમે 1 દિવસમા ડરી ગયા, અમેરિકા અને નાટોને યુક્રેને સંભળાવી દીધું

By: nationgujarat
21 Nov, 2024

અમેરિકા અને ઈટાલી, સ્પેન, હંગેરી જેવા યુરોપિયન દેશોએ યુક્રેનની રાજધાની કિવમાં પોતાના દૂતાવાસ બંધ કરી દીધા છે. અમેરિકાનું કહેવું છે કે કિવમાં રશિયા તરફથી મોટો હુમલો થઈ શકે છે. આવી સ્થિતિમાં સુરક્ષાના કારણોસર દૂતાવાસ બંધ કરી દેવામાં આવ્યા છે. અમેરિકાના આ નિર્ણય બાદ તેના અન્ય નાટો સહયોગી દેશોએ પણ આવો જ નિર્ણય લીધો છે. આ દરમિયાન યુક્રેને અમેરિકા અને અન્ય સહયોગી દેશોના આ નિર્ણય પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું, ‘અમે તમને યાદ અપાવી દઈએ કે છેલ્લા 1000 દિવસથી અમે દરરોજ  રશિયા  તરફથી ભયંકર હુમલાની ધમકી અને ભયનો સામનો કરી રહ્યા છીએ. પરંતુ તમે હુમલાના નકલી સમાચારના આધારે એમ્બેસી બંધ કરી રહ્યા છો અને એક દિવસમાં જ જતા રહો છો.

યુક્રેનના વિદેશ મંત્રાલયે અમેરિકા સહિત તમામ સહયોગી દેશોની ટીકા કરતા કહ્યું કે આ રશિયાનું ષડયંત્ર છે. તે મનોવૈજ્ઞાનિક અને ઇન્ફોર્મેશન યુદ્ધ લડી રહ્યુ છે. તેણે સોશિયલ મીડિયા પર એક સંદેશ ફેલાવ્યો કે કિવ પર જોરદાર હુમલો થશે અને તેની અસર દેખાઈ રહી છે. આ માત્ર તેને આતંકિત કરવામાં મદદ કરશે. હકીકતમાં, મોસ્કોએ તાજેતરમાં કહ્યું હતું કે અમે યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલાનો બદલો લઈશું, જે અમેરિકન મિસાઇલોની મદદથી કરવામાં આવ્યા હતા. રશિયાનું કહેવું છે કે યુક્રેનની ભૂલ હતી કે તેણે અમારા વિસ્તારમાં ઘુસીને હુમલો કર્યો. હવે વળતો હુમલો કરવામાં આવશે.

રશિયાની આ ચેતવણી બાદ અમેરિકા અને અન્ય ઘણા દેશો એલર્ટ મોડ પર છે. આ દેશોએ તેમના દૂતાવાસ બંધ કરી દીધા છે. જો કે, આ દરમિયાન યુક્રેનને ઇઝરાયેલ તરફથી અણધારી ટેકો મળ્યો છે. ઈઝરાયેલનું કહેવું છે કે અમે પહેલાની જેમ કિવમાં કામ ચાલુ રાખીશું. અને અમેરિકાની નજર હેઠળ, તમામ નાટો દેશોએ તેમના દૂતાવાસો બંધ કરી દીધા. આનાથી નારાજ યુક્રેનનું કહેવું છે કે આ રશિયાનું મનોવૈજ્ઞાનિક યુદ્ધ છે, જેમાં અમારા સાથી દેશો ફસાઈ રહ્યા છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું, ‘આતંકવાદી રાજ્ય યુક્રેન પર મોટી ઇન્ફોર્મેશન અને મનોવૈજ્ઞાનિક રીતે હુમલો કરી રહ્યું છે.’


Related Posts

Load more