રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે ભરૂચના જંબુસરના મગણાદ પાસે અકસ્માત સર્જાયો છે. જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે. કારમાં સવાર 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરા ખસેડાયા છે. રસ્તા પર ઉભેલી ટ્રક સાથે કાર અથડાઈ જતા આ દુર્ઘટના બની હતી.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો મગણાદ પાસે રસ્તા પર ઉભેલી ટ્રક સાથે પૂરપાટે આવતી કાર અથડાતા 7 લોકોના મોત થયા છે. જેમાં 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. તમામ લોકો શુકલતીર્થના મેળામાં દર્શન કરવા અને પ્રવાસ માટે જઈ રહ્યાં હતા. તે સમયે આ દુર્ઘટના બની હતી.
બીજી તરફ આ અગાઉ સુરતના કીમ ઓવરબ્રિજ પાસે ખાનગી બસ ડીવાઈડર પર ચડી ગઈ હોવાની ઘટના બની હતી. ખાનગી બસચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા બસનો અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. લક્ઝરી બસ સુરતથી સૌરાષ્ટ્ર જઈ રહી હોવાનું સામે આવ્યુ હતુ.
તો આ તરફ પાટણમાં પણ અકસ્માતની ઘટના બની હતી. પાટણમાં જીપ પલટી જતા 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. સિદ્ધપુરના ગાંગલાસણ નજીક જીપનો અકસ્માત સર્જાયો હતો. જીપના ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા ઘટના બની હતી. કાત્યોકના મેળામાંથી પરત ફરી રહેલા લોકોને અકસ્માત નડ્યો હતો. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલ ખસેડાયા હતા. 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.