CBSE ધો.10-12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઈમ ટેબલને લઇ મહત્વના સમાચાર

By: nationgujarat
18 Nov, 2024

આગામી વર્ષ 2025માં યોજાનારી બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓ પરીક્ષામાં વધુ સારા પ્રદર્શન માટેની તૈયારીમાં વ્યસ્ત છે. આ સાથે તેઓ પરીક્ષાની ટાઈમ ટેબલની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેથી તેઓ પરીક્ષાની તારીખોની વિષયવાર માહિતી જાણી શકે. ત્યારે હવે એક અહેવાલ અનુસાર, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન(CBSE) દ્વારા આ મહિનાના અંતમાં અથવા ડિસેમ્બર 2024ના મહિનામાં ધોરણ 10 અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષાઓનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવી શકે છે.

આ તારીખે શરુ થઇ શકે છે પરીક્ષા 

અહીં તમને જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર CBSE 15 ફેબ્રુઆરી 2025થી બંને ધોરણો માટે લેખિક પરીક્ષાઓ શરૂ કરી શકે છે. ગયા વર્ષે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ 2024 દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 2 એપ્રિલ 2024 દરમિયાન લેવામાં આવી હતી.

CBSE દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આ વર્ષે 44 લાખથી વધુ વિદ્યાર્થીઓએ હાઈસ્કૂલ અને ઈન્ટરમીડિયેટ બંને વર્ગોમાં પ્રવેશ મેળવ્યો છે. આ તમામ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ભાગ લઈ શકશે. પરંતુ તેમની શાળામાં હાજરી 75 ટકાથી ઓછી ન હોવી જોઈએ. તાજેતરમાં CBSEએ 75 ટકાથી ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેવાની જાહેરાત કરી હતી. જો કે, ખાસ સંજોગો અને મેડિકલ ઈમરજન્સીના કારણે તેમને આમાં છૂટ આપવામાં આવશે.

તમામ પરીક્ષા ખંડોમાં સીસીટીવી કેમેરા મૂકવામાં આવશે

છેતરપિંડી મુક્ત પરીક્ષાઓ યોજવા માટે CBSE દ્વારા તમામ પરીક્ષા ખંડોમાં સીસીટીવી કેમેરા મૂકવાનો આદેશ આપ્યો છે. આ તમામ સીસીટીવીને કન્ટ્રોલ રૂમ સાથે જોડવામાં આવશે જેથી કરીને પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થઇ શકે.


Related Posts

Load more