Related Posts
અમદાવાદના SG હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં કડીથી આવેલા દર્દીઓના સગાઓએ હોબાળો કર્યો હતો. અહીં હ્રદયમાં સ્ટેન્ડ મુકાયા બાદ 2 દર્દીઓના મોત નિપજ્યા છે. તો 5 દર્દી હાલ ICUમાં દાખલ છે. હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી બાદ સ્ટેન્ડ મુકાયા હતા. સ્ટેન્ડ મુકતા મોત થયાનો પરિવારજનોનો આરોપ છે. દર્દીના સગાઓએ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. દર્દીઓના સગાઓનું કહેવું છે કે, કોઈ પણ જાણ વિના જ એન્જિયોગ્રાફી કરી દેવાઈ હતી. આયુષ્યમાન કાર્ડથી હોસ્પિટલે રૂપિયા મેળવી લીધા હતા. રૂપિયા કમાવવા યોગ્ય સારવાર વગર સ્ટેન્ડ મૂકી દેવાયા છે. ખ્યાતિ હોસ્પિટલે અમારા દર્દીઓને મારી નાંખ્યા.