US Election Results : અમેરિકાની ચૂંટણીના પરિણામોમાં કયા રાજ્યમાં કોણ આગળ, ગુજરાતી વસ્તી ધરાવતા રાજ્યોમાં કોણે મારી બાજી

By: nationgujarat
06 Nov, 2024

US President Elections Donald Trump Kamala Harris: અમેરિકાના આગામી રાષ્ટ્રપ્રમુખ કોણ બનશે, તે થોડા સમયમાં ખબર પડી જશે. શરૂઆતના ટ્રેન્ડમાં ડેમોક્રેટ કમલા હેરિસ, રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં ઘણા પાછળ જોવા મળે છે. અમેરિકાના 50 રાજ્યો અને રાજધાની વોશિંગટન ડીસીમાં કુલ 538 ઇલેક્ટોરેલ વોટ એટલે કે સીટો છે. આ ચૂંટણીમાં કુલ 7 સ્વિંગ સ્ટેટ્સ છે. એટલે કે આ ગમે ત્યારે બાજી પલટી શકે છે. ચૂંટણી અનુસાર મહત્વપૂર્ણ ગણાતા આ ‘સ્વિંગ’ રાજ્યોમાં મતદાનોનું વલણ બદલાતું રહે છે.

ચૂંટણી જીતવા માટે બહુમતનો આંકડો 270 છે. એનસીબી ન્યૂઝના એક્ઝિટ પોલના અત્યાર સુધીના અનુમાનોમાં ડોનાલ્ડ ટ્રમ્પ 54.8 ટકા વોટ સાથે બઢત બનાવી છે. તો બીજી તરફ કમલા હેરિસના 44.4 ટકા વોટ સાથે રેસમાં પાછળ જોવા મળી રહ્યા છે. મોટાભાગના એક્ઝિટ પોલ્સ ડોનાલ્ડ ટ્રમ્પને બઢત આપતાં જોવા મળે છે.  આ ચૂંટણીને ઐતિહાસિક ગણવામાં આવે છે કારણ કે આ ગત ઘણા દાયકામાં રાષ્ટ્રપતિ પદનો સૌથી રસપ્રદ મુકાબલાવાળી ચૂંટણીમાંથી એક ગણવામાં આવે છે.

ગુજરાતીઓના પ્રભુત્વવાળા રાજ્યોની કેવી છે સ્થિતિ? 

અમેરિકાના ઘણાં રાજ્યો એવા છે જ્યાં ગુજરાતીઓની વસતી પણ વધુ પ્રમાણમાં છે. ત્યારે અત્યાર સુધીના વોટિંગ-કાઉન્ટિંગના વલણોથી જાણવા મળ્યું કે ગુજરાતીઓની વધુ વસતી ધરાવતા રાજ્યો ન્યૂયોર્ક, ન્યૂજર્સી, શિકાગો, સાન ફ્રાન્સિસ્કો, લોસ એન્જેલસ, સેન જોસ, વોશિંગ્ટનમાં કમલા હેરિસને વધુ વોટ મળ્યાં છે. જ્યારે ડલાસ અને ફિલાડેલ્ફિયામાં ટ્રમ્પને લીડ મળતી દેખાઈ રહી છે. તેના પરથી કહી શકાય કે ગુજરાતીઓના મતે કમલા હેરિસ વધુ સારા નેતા બની શકે છે.

રાજ્ય બેઠકો આગળ/જીત
અલબામા 9 ડોનાલ્ડ ટ્રમ્પ
અલાસ્કા 3
એરિઝોના 8
અરકંસાસ 6 ડોનાલ્ડ ટ્રમ્પ
કેલિફોર્નિયા 54
કોલોરોડ 10 કમલા હેરિસ
કનેક્ટીકટ 8 કમલા હેરિસ
ડેલાવેયર 3 કમલા હેરિસ
ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા 3
ફ્લોરિડા 25 ડોનાલ્ડ ટ્રમ્પ
જોર્જિયા 13 ડોનાલ્ડ ટ્રમ્પ
હવાઇ 4
ઇડાહો 4
એલિનોએસ 22
ઇન્ડિયાના 12 ડોનાલ્ડ ટ્રમ્પ
આઇઓવા 7
કંસાસ 6 કમલા હેરિસ
કેંટુકી 8 કમલા હેરિસ
લુઇસિયાના 9 ડોનાલ્ડ ટ્રમ્પ
મૈંની 4
મેરીલેંડ 10 કમલા હેરિસ
મૈસાચુસેટ્સ 12 કમલા હેરિસ
મિશિગન 18 કમલા હેરિસ
મિનેસોટા 10
મિસીસિપી 7 ડોનાલ્ડ ટ્રમ્પ
મિસૌરી 11 ડોનાલ્ડ ટ્રમ્પ
મોંટાના 3
નેબ્રાસ્કા 5 ડોનાલ્ડ ટ્રમ્પ
નેવાદા 4
ન્યૂ હૈંપશર 4 કમલા હેરિસ
ન્યૂ જર્સી 15 કમલા હેરિસ
ન્યૂ મેક્સિકો 5
ન્યૂયોર્ક 33 કમલા હેરિસ
નોર્થ કૈરોલિના 14 કમલા હેરિસ
નોર્થ ડેકોટા 3 ડોનાલ્ડ ટ્રમ્પ
ઓહાયો 21 ડોનાલ્ડ ટ્રમ્પ
ઓક્લાહામા 8 ડોનાલ્ડ ટ્રમ્પ
ઓરેગૉન 7
પેંસિલવેનિયા 23 કમલા હેરિસ
રોડ આઇલેંડ 4 કમલા હેરિસ
સાઉથ કૈરોલિના 8 ડોનાલ્ડ ટ્રમ્પ
સાઉથ કૈરોલિના 3
ટેન્નેસ્સી 11 ડોનાલ્ડ ટ્રમ્પ
ટેક્સસ 32 ડોનાલ્ડ ટ્રમ્પ
ઉટાહ 5 ડોનાલ્ડ ટ્રમ્પ
વર્માઉન્ટ 3 કમલા હેરિસ
વર્જીનિયા 13 ડોનાલ્ડ ટ્રમ્પ
વોશિંગટન 11
વેસ્ટ વર્જીનિયા 5 ડોનાલ્ડ ટ્રમ્પ
વિસ્કોંસિન 5
વ્યોમિંગ 3 ડોનાલ્ડ ટ્રમ્પ
કુલ મત 538 બહુમતનો આંકડો- 270

Related Posts

Load more