10 દિવસમાં રાજીનામું આપ નહીંતર બાબા સિદ્દિકી જેવા હાલ કરીશું..’, CM યોગીને ધમકીથી ખળભળાટ

By: nationgujarat
03 Nov, 2024

પહેલા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી ત્યારે હવે સીએમ યોગીને પણ આવી જ ધમકી મળી છે. મુંબઈ પોલીસના કન્ટ્રોલ રૂમમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપતો એક મેસેજ આવ્યો છે.

જુઓ કેવી રીતે આપી ધમકી
મુંબઈ પોલીસના ટ્રાફિક કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને ધમકી મળી હતી કે જો 10 દિવસમાં યોગી આદિત્યનાથ રાજીનામું નહીં આપે તો તેનો હાલ પણ બાબા સિદ્દિકી જેવા કરીશું.

ઘટના સામે આવતા જ મુંબઈ પોલીસ એક્ટિવ થઈ હતી. ગત શનિવારે સાંજે આ ધમકીભર્યો મેસેજ મળતાં જ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. ધમકી આપનાર આ અજાણ્યા વ્યક્તિને શોધવાના પ્રયાસો શરૂ કરી દેવાયા છે.


Related Posts

Load more