ગુજરાતના 74 લાખ પરિવારો માટે મોટી જાહેરાત, દિવાળીએ સરકારની ભેટ

By: nationgujarat
01 Nov, 2024

દિવાળીના તહેવાર દરમ્યાન રાજ્યના ૭૪ લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોને ખાદ્યતેલ (સીંગતેલ) તથા ૩૨ લાખ રેશન કાર્ડધારક કુટુંબોને વધારાની ખાંડનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે એમ અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગની યાદીમાં જણાવાયું છે.

SUBSCRIBE NATIONGUJARAT ON YOUTUBE –

યાદીમાં વધુમાં જણાવાયાનુસાર રાજ્ય સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા” (N.F.S.A.) હેઠળ સમાવિષ્ટ  ૭૪ લાખથી વધુ રેશનકાર્ડધારક કુટુંબોની ૩.૬૮ કરોડ જનસંખ્યાને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અંતર્ગત ચાલુ માસ ઓક્ટોબરમાં દિવાળીના તહેવારો દરમ્યાન ઘઉં અને ચોખાનું વિનામૂલ્યે વિતરણ રાજ્યની ૧૭૦૦૦ થી વધુ વાજબી ભાવની દુકાનો ખાતે થઇ રહ્યું છે. તેમજ રાજ્યના ૮ લાખ જેટલા અંત્યોદય અન્ન યોજનાના (A.A.Y.) કુટુંબોને પ્રતિ કાર્ડ ૧૫ કિલો ઘઉં અને ૨૦ કિલો ચોખા મળી કુલ ૩૫ કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.

<


Related Posts

Load more