સ્વામિનારાયણ ગાદી સંસ્થા – મણિનગર મંદિરના પરિસરમાં ભવ્ય લાઇટ અને રંગોળીથી સાજાવામાં આવ્યું .

By: nationgujarat
30 Oct, 2024

રંગોળી શબ્દ એક પ્રાચીન સંસ્કૃત શબ્દ છે, જેનો અર્થ રંગો દ્વારા લાગણીઓ વ્યક્ત કરવી.

શુભ સંદેશનું પ્રતિક છે ‘રંગોળી’ રંગોળી ધાર્મિક, સાંસ્કૃતિક આસ્થાનું પ્રતિક છે. તેને આધ્યાત્મિક પ્રક્રિયાનું અંગ માનવામાં આવે છે. જમીન શુદ્ધિકરણની ભાવના અને સમૃદ્ધિનું આહવાન પણ તેની પાછળ જવાબદાર છે. હર્ષ અને પ્રસન્નતાનું પ્રતિક છે રંગોળી.

હિન્દુ શાસ્ત્રો અનુસાર રંગોળી બનાવવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી ફેલાય છે અને નેગેટિવ એનર્જીનો નાશ થાય છે. રંગોળી કલા અને સુંદરતાનું પ્રતિક પણ છે.

ભારતીય પુરાતત્વ વિભાગના જણાવ્યા અનુસાર રંગોળીના સૌથી જૂના પુરાવા પણ મોહેંજોદડો અને હડપ્પા સંસ્કૃતિ સાથે સંબંધિત છે. પુરાતત્વ વિભાગના અહેવાલ મુજબ આ સંસ્કૃતિઓમાં અલ્પના પ્રતીકો મળી આવ્યા છે, જે રંગોળી સાથે ખૂબ જ મળતા આવે છે.

રંગોળી માત્ર ધાર્મિક પરંપરાઓનો જ એક ભાગ નથી, પરંતુ તેનું સાંસ્કૃતિક મહત્વ પણ છે. વિવિધ પ્રદેશોમાં વિવિધ પ્રકારની રંગોળી બનાવવામાં આવે છે. જે તે સ્થળની સાંસ્કૃતિક ઓળખ દર્શાવે છે. રંગોળી એ ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે. જેને પેઢીઓથી સાચવવામાં આવે છે અને તેનું જતન કરવામાં આવે છે.

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગરના પરિસરમાં ૬૦’ x ૬૦’ સૌર ઊર્જા રંગોળીનું નિર્માણ કરાયું છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વયં લિખિત સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રીનો દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે ત્યારે રંગોળીનું આયોજન કરાયું છે. સૌર ઊર્જા અંગે આમ જન સમાજને પ્રેરણા મળે ને તેનો ઉપયોગ વધુ થાય. દેવભાષા સંસ્કૃતમાં લિખિત શિક્ષાપત્રીમાં ૨૧૨ શ્લોકો છે. જેનું ટ્રાન્સલેશન ગુજરાતી , હિન્દી, અંગ્રેજી , ફ્રેન્ચ વગેરે દેશવિદેશની ૨૯ કરતાં વધુ ભાષાઓમાં થયેલ છે. સૌર ઊર્જા રંગોળીમાં અમૃત કુંભ, દીપાવલીનો દીવો, ૧૦’x૧૦’ ની ત્રણ રંગોળી, ભવ્ય ૩૦ ફૂટ ઊંચો દીપમ મંડપમ્, વિવિધ બેનરો વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં વિધ વિધ મહા રંગોળીનું છેલ્લા ૪૦ વર્ષથી આયોજન થતું આવ્યું છે.


Related Posts

Load more